ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આ ત્રણ સરકારી  વીમા કંપનીઓનું થશે મર્જર, સરકારે લગાવી હતી 17450 કરોડ રૂપિયાની મૂડી

નવી દિલ્હી, 24 નવેમ્બર, 2025: નાણાંકીય સ્થિતિમાં સુધારાને પગલે નાણાં મંત્રાલય ત્રણ સરકારી વીમા કંપનીઓને એક જ એકમમાં મર્જર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2019-22ની વચ્ચે સરકાર ત્રણ જાહેર સામાન્ય વીમા કંપની ઓરિયેન્ટલ ઇન્સ્ટોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં કુલ 17,450 કરોડની મૂડી ઉમેરી હતી, જેથી તેને નાણાંકીય સંકટમાંથી બહાર કાઢી શકાય. તેનાથી દક્ષતા અને સ્કેલ બન્નેમાં લાભ થવાની આશા છે.

2018-19ના બજેટમાં, તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ, નેશનલ ઇન્શ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સને એક જ વીમા એન્ટિટીમાં મર્જ કરવામાં આવશે. જોકે, જુલાઈ 2020માં, સરકારે આ વિચાર છોડી દીધો હતો, અને તેના બદલે કેન્દ્રીય કેબિનેટે ત્રણ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં રૂ. 17,450 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી હતી.

અહેવાલો અનુસાર, હવે તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે, ત્યારે નાણા મંત્રાલય કાર્યક્ષમતા વધારવા માટે તેમના મર્જરની પ્રારંભિક સમીક્ષા કરી રહ્યું છે.

આ ઉપરાંત, સરકાર દ્વારા એક જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના પ્રસ્તાવિત ખાનગીકરણ પર પણ વિચારણા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા વિકલ્પો ખુલ્લા છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021-22ના બજેટમાં એક મુખ્ય ખાનગીકરણ એજન્ડાની જાહેરાત કરી હતી, જેમાં બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ શામેલ હતું. ત્યારબાદ, ઓગસ્ટ 2021માં, સંસદે જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021 પસાર કર્યું હતુ, જેનાથી જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓના ખાનગીકરણનો માર્ગ મોકળો થયો હતો. સુધારેલા કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત વીમા કંપનીઓમાં ઓછામાં ઓછી 51 ટકા ઇક્વિટી રાખવાની જરૂરિયાત દૂર કરવામાં આવી.

તેમાં જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં ખાનગી ભાગીદારી વધારવાની અને વીમા ઍક્સેસ અને સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. માંગને પહોંચી વળવા અને વીમા ક્ષેત્રમાં ઍક્સેસ વધારવા માટે વિદેશી કંપનીઓના પ્રવેશને સરળ બનાવવા માટે, સરકાર આગામી શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા વર્તમાન 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સત્રમાં કુલ 15 કાર્યકારી દિવસો રહેશે.

આ પણ વાંચોઃ કેનેડા ભારત સંબંધઃ વડાપ્રધાન મોદી સાથે મીટિંગ પહેલા કેનેડાએ કર્યુ આ કામ, હજ્જારો ભારતીયોને થશે લાભ 

Back to top button