‘ટાઇપોસ્ક્વેટિંગ’: AI દ્વારા બનાવવામાં આવેલ નકલી સમાચાર સાઇટ્સ આ રીતે ઓળખો

Courrier France 24, Sud Ouest Direct, 20minutes.com… ઘણી વખત કેટલાક સમાચાર વાસ્તવિક સમાચાર માધ્યમો જેવા દેખાય છે, પણ તે હકિકત નથી હોતા. આવા સમયે AI દ્વારા બનાવેલી સાઇટ્સ કેવી રીતે ઓળખવી તે શીખો… 2023થી નકલી મીડિયા સાઇટ્સ – ઘણીવાર AI દ્વારા બનાવવામાં આવેલ સમાચાર ઑનલાઇન દેખાય છે. આ સાઇટ્સ વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરવા અથવા જાહેરાતની આવક માટે વ્યૂઝ વધારવાના હેતુથી લેખો પ્રકાશિત કરે છે. નકલી મીડિયા સાઇટ્સને ઓળખવા માટે અહીં ચાર ટિપ્સ આપવામાં આવી છે.
ટિપ 1: URL તપાસો
2023માં, એક લેખ ઑનલાઇન દેખાયો હતો. જે ફ્રેન્ચ અખબાર ‘લે પેરિસિયન’ દ્વારા પ્રકાશિત થયો હોય તેવું દેખાતું હતું. વાસ્તવિક અખબારના લોગો અને ગ્રાફિક શૈલીનો ઉપયોગ કરીને, લેખમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે, યુક્રેનથી લઈ આવવામાં આવેલા ઘઉં – ખરેખર આફ્રિકાના બાળકો માટે હતા. તેને યુરોપમાં ડુક્કરના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યા હતા.
પરંતુ URL—”leparisien.ltd”—એ જાહેર કર્યું કે લેખ નકલી હતો. અખબારનું વાસ્તવિક સરનામું “leparisien.fr” છે. કોઈ સાઇટની નકલ કરવા માટે મૂળ URL જેવા URLનો ઉપયોગ કરવાને “typosquatting” કહેવામાં આવે છે.
ટીપ 2: વાસ્તવિક સમાચારની સાઇટ તપાસો
લેખ સાચો છે કે ખોટો તે જાણવા માટે વાસ્તવિક સમાચાર સાઇટ પર તપાસ કરો. જો તમે વાસ્તવિક ‘લે પેરિસિયન’ સાઇટ પર પિગ ફીડ લેખ શોધશો, તો તમને એક લેખ મળશે જેમાં કહેવામાં આવ્યું છે કે, અખબારની નકલ કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટીપ 3 : AI ચિહ્નો તપાસો
2024માં દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે યુક્રેન માટે લડતા ભાડૂતી સૈનિકો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની વિગતો આપતો એક લેખ શેર કર્યો. આ લેખ નકલી હતો અને ‘ધ બોસ્ટન ટાઇમ્સ’ નામની સાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેનો URL “https://bostontimes.org/” હતો.
સાઇટના લોગોમાં વાહિયાત લખાણ હતું – ઘણીવાર એવું સંકેત હતું કે છબી AI દ્વારા બનાવવામાં આવી હતી. હકીકતમાં, ‘ધ બોસ્ટન ટાઇમ્સ’ એક વાસ્તવિક અખબાર હતું, પરંતુ તેનું પ્રકાશન 1943માં બંધ થઈ ગયું.
ટીપ 4 : ટેક્સ્ટમાં AI પ્રોમ્પ્ટ્સ (સૂચનો) શોધો
આ ઉપરાંત તે નિર્દેશોના નિશાન પણ શોધવા જેવા ઉપયોગથી AI બોટ્સને એ બતાવવા માટે કરવામાં આવે છે કે તેમને શું બનાવ્યું છે. 2024માં સામે આવેલી નકલી ફ્રેન્ચ સાઇટ – ‘મીડિયા અલ્ટરનેટિફ’ના કિસ્સામાં આ સૂચના ભૂલથી હેડલાઇનમાં છાપવામાં આવી હતી. શાળાના આચાર્યને કથિત મૃત્યુની ધમકીઓ વિશેના એક લેખમાં, હેડલાઇન આ ટેક્સ્ટથી શરૂ થઈ હતી: “તમે વર્ણવેલ વિષય પર આધારિત એક ટૂંકી હેડલાઇન અહીં છે.”
જો કોઈ લેખ અથવા સમાચાર સાઇટ શંકાસ્પદ લાગે, તો તેનું URL તપાસો અને વાસ્તવિક સાઇટની મુલાકાત લો. આ લેખ ફ્રાન્સના મીડિયા ઇન સ્કૂલ્સ વીક, 23-27 માર્ચ, 2026 ના રોજ પ્રકાશિત થયો હતો.
આ પણ વાંચો : મોંઘવારીનો ડબલ ઝટકો: પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં વધારો થશે, સૂત્રનો મોટો દાવો












