ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાઇ શકે છે મહત્ત્વના નિર્ણયો

નવી દિલ્હી, 24 મે, 2025: કેન્દ્ર સરકાર જલ્દી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠક બોલાવી શકે છે. આ બેઠકમાં કરના દરોમા ફેરફાર અને વળતર ઉપકર જેવા મુદ્દા પર ચર્ચા થશે. સૂત્રોના અનુસાર જીએસટીને આસાન બનાવવા સાખે સંકલાયેલ ત્રણથી ચાર અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે.

પાછલા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં કરોમાં ફેરફાર અને હેલ્થ અને જીવન વીમા પરના દરમાં ઘટાડાને લઇને પ્રધાનોના જૂથ (જીઓએમ)ના રિપોર્ટ પર કોઇ ચર્ચા થઇ ન હતી.

નોંધનીય છે કે જીઓએમના બે મંત્રીઓએ દરોમાં ઘટાડો કરવાની અને ચોક્કસ શ્રેણીઓને છૂટ આપવાની ભલામણ કરી હતી, તેમણે હજુ સુધી GST કાઉન્સિલને પોતાનો અંતિમ અહેવાલ સુપરત કર્યો નથી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીની અધ્યક્ષતામાં, વળતર ઉપકરના ભવિષ્ય પર વિચારણા કરવામાં આવી રહી છે કે શું આ ઉપકર માર્ચ 2026 પછી ચાલુ રાખવો જોઈએ કે નહીં.

સરકારે ઉપકરનો ઉપયોગ કરીને કોવિડના નુકસાનની ભરપાઈ કરી

અત્યાર સુધી, લક્ઝરી ચીજવસ્તુઓ અને તમાકુ જેવી ચોક્કસ વસ્તુઓ પર વળતર ઉપકર વસૂલવામાં આવતો હતો. સરકારે આનો ઉપયોગ કોવિડ દરમિયાન લીધેલા દેવાની ચુકવણી માટે કર્યો છે, જેથી રાજ્યોને થયેલા જીએસટી આવકના નુકસાનની ભરપાઈ કરી શકાય. પ્રધાનોનું જૂથ હવે સેસમાંથી એકત્રિત થતી આવકને અન્ય કોઈ સ્વરૂપમાં કેવી રીતે ચેનલાઇઝ કરવી તેમજ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તેનું વિતરણ કેવી રીતે થવું જોઈએ તેનો અભ્યાસ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ 31 મેથી આ રાશિઓને થશે ધનલાભ, શુક્ર આપશે શુભ ફળ, શું તમે પણ છો સામેલ?

Back to top button