ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“હું મોદીનું કરિયર બરબાદ કરવા નથી માંગતો”, ટ્રમ્પના વાયરલ વિડિયો પર MEAનુ રિએક્શન

પીએમ મોદીના રાજકીય કરિયર અંગે અમેરિકન રાષ્ટ્રપતિની ટિપ્પણી પર વિદેશ મંત્રાલય (MEA) એ પ્રતિક્રિયા આપી છે. MEA ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે મંત્રાલય આ જૂના વાયરલ વીડિયો પર યોગ્ય કાર્યવાહી કરશે. ટ્રમ્પે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્રેડ ડીલ અને રશિયન તેલની ખરીદીને પગલે બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મજાકમાં આ ટિપ્પણી કરી હતી.

સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ વીડિયો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે તેમણે આ વીડિયો જોયો નથી. જો કે, જો આવો કોઈ વીડિયો હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

જયસ્વાલે કડક ટિપ્પણી કરતા કહ્યું, “મેં આ વીડિયો જોયો નથી. જોકે, જો આવો કોઈ વીડિયો હશે, પછી ભલે તે સાચો હોય કે ખોટો, અમે યોગ્ય કાર્યવાહી કરીશું.”

શું કહ્યું હતુ ટ્રમ્પે?

ટ્રમ્પે 15 ઓક્ટોબર, 2025 ના રોજ પીએમ મોદીના કરિયર અંગે આ નિવેદન આપ્યું હતું. તેમણે તે સમયે પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી એક મહાન વ્યક્તિ છે. સાથે જ પીએમને સમયની કસોટી પર ખરા ઉતરનાર નેતા તરીકે ઓળખાવ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યુ હતુ કે તેઓ પીએમ મોદીને પ્રેમ કરે છે. થોડીવાર વિચાર્યા પછી, ટ્રમ્પે ઝડપથી સ્પષ્ટતા કરી કે “પ્રેમ” શબ્દને નકારાત્મક દ્રષ્ટિએ ન લેવો જોઈએ. તેઓ પીએમ મોદીના રાજકીય કરિયરને બગાડવા માંગતા નથી.

તેણે આગળ કહ્યું, “મોદી એક મહાન વ્યક્તિ છે. તેઓ ટ્રમ્પને પ્રેમ કરે છે… હું નથી ઇચ્છતો કે તમે “પ્રેમ” શબ્દને અલગ રીતે લો. હું તેમની રાજકીય કારકિર્દીને બગાડવા માંગતો નથી.” ટ્રમ્પે આ વાતો હાસ્ય અને મજાકમાં કહી હતી.

ટ્રમ્પનો આ વીડિયો 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યાના થોડા દિવસો પછી આવ્યો હતો, જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો ધીમે ધીમે પાટા પર આવી રહ્યા હતા. તાજેતરના વેપાર કરાર અને ટેરિફ ઘટાડા પછી, બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

આ પણ વાંચો: કર્ણાટક દરગાહ પૂજા વિવાદ: સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર, કહ્યું- ‘પહેલા હાઈકોર્ટ જાવ’

Back to top button