ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મુકેશ અંબાણીની કંપની RIL સહિત આ 8 કંપનીઓ મોટો ઝટકો, એક જ સપ્તાહમાં ડૂબ્યા 2.24 લાખ કરોડ

મુંબઇ, 1 સપ્ટેમ્બર, 2025: ઓગસ્ટ મહિનાએ વિદાય લેતા પહેલા દેશની 8 સૌથી મૂલ્યવાન કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. મહિનાના આખરી કારોબાર સપ્તાહ શેરબજાર માટે નુકસાનકારક રહ્યો હતો. 29 ઓગસ્ટના રોજ સેન્સેક્સ 271 પોઇન્ટ ઘટીને 79810 પર અને નિફ્ટી 74 પોઇન્ટ ઘટીને 24427 પ બંધ થયો હતો.

વિતેલા સપ્તાહમાં સેન્સેક્સમાં 1826 પોઇન્ટનો ઘટાડો આવ્યો હતો

આ સમગ્ર સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ 1826 પોઈન્ટ ઘટ્યો છે. નિફ્ટીમાં પણ 540 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આનાથી દેશની ઘણી મોટી કંપનીઓના માર્કેટ કેપ પર પણ અસર પડી છે. શેરબજારમાં લિસ્ટેડ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8 કંપનીઓના માર્કેટ કેપમાં આ સમયગાળા દરમિયાન 2,24,630.45 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકને સૌથી વધુ નુકસાન થયું છે.

રિલાયન્સને 70 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે

આ ટોચની 10 કંપનીઓમાંથી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ અને લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)નું માર્કેટ કેપ ઘટ્યું છે, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) અને હિન્દુસ્તાન યુનિલિવરને ફાયદો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 70,707.17 કરોડ રૂપિયા ઘટીને 18,36,424.20 કરોડ રૂપિયા થયું છે. HDFC બેંકનું મૂલ્યાંકન પણ 47,482.49 કરોડ રૂપિયા ઘટીને 14,60,863.90 કરોડ રૂપિયા થયું છે.

આ કંપનીઓનું માર્કેટ કેપ પણ ઘટ્યું છે

તેમજ ICICI બેંકનું એમકેપ 27,135.23 કરોડ રૂપિયા ઘટીને 9,98,290.96 કરોડ રૂપિયા થયું છે અને ભારતી એરટેલનું માર્કેટ કેપ 24,946.71 કરોડ રૂપિયા ઘટીને 10,77,213.23 કરોડ રૂપિયા થયું છે. LICનું એમકેપ પણ 23,655.49 કરોડ રૂપિયા ઘટીને 5,39,047.93 કરોડ રૂપિયા થયું છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંકન 12,692.1 કરોડ રૂપિયા ઘટીને 7,40,618.60 કરોડ રૂપિયા થયું છે.

આ સમયગાળા દરમિયાન બજાજ ફાઇનાન્સને પણ નુકસાન થયું છે. તેનું માર્કેટ કેપ 10,471.08 કરોડ રૂપિયા ઘટીને 5,45,490.31 કરોડ રૂપિયા થઈ ગયું છે. એ જ રીતે, 7,540.18 કરોડ રૂપિયાના નુકસાન સાથે, ઇન્ફોસિસનું માર્કેટ કેપ 6,10,463.94 કરોડ રૂપિયા થઈ ગયું છે.

TCSએ આટલા કરોડ રૂપિયાનો નફો કર્યો છે

TCS અને હિન્દુસ્તાન યુનિલિવરને જ ફાયદો થયો છે. જ્યારે TCS નું માર્કેટ કેપ 11,125.62 કરોડ રૂપિયા વધીને 11,15,962.91 કરોડ રૂપિયા થયું છે, ત્યારે હિન્દુસ્તાન યુનિલિવરનું એમકેપ 7,318.98 કરોડ રૂપિયા વધીને 6,24,991.28 કરોડ રૂપિયા થયું છે.
જોકે, આટલા મોટા નુકસાન છતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ટોચ પર છે. આ પછી, HDFC બેંક, TCS, ભારતી એરટેલ, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ અને LICનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ અગ્રણી ડીટીએચ કંપની ડિશ ટીવી પર 11.38 લાખનો દંડ

Back to top button