ફ્લેટ ગિફ્ટ નિફ્ટી, આજે શેરબજારમાં વોલેટિલીટી જોવા મળી શકે છે

મુંબઇ, 14 મે, 2025: જમ્મુ-કાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થી ભારતે એમ કહીને નકારી કાઢી છે કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે પાકિસ્તાને ભારતીય ટેરીટરીમાં અનધિકૃત્ત કબજો કર્યો છે ત્યારે અમારા વલણમાં કોઇ ફેરફાર થશે નહી. આ પરિસ્થિતિ વચ્ચે હાલમાં (સવારે 8.32 કલાકે) ગિફ્ટ નિફ્ટી ફ્લેટ દેખાઇ રહી છે, ત્યારે આજે શેરબજારમાં વોલેટિલીટી જોવા મળી શકે છે. નોંધનીય છે કે ગઇકાલે સેન્સેક્સ 1.55 ટકા અને નિફ્ટી 50માં 1.39 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એશિયા પેસિફિક બજારોમાં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઘટતા મોટે ભાગે પોઝીટીવ પ્રવાહ જોવા મળ્યો હતો. જેમાં જાપાનનો નિક્કેઇ 225 0.37 ટકા વધ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.78 ટકા અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ફ્લેટ રહ્યો હતો.
જ્યારે અમેરિકન બજાર પર નજર નાખતા જણાય છે કે અમેરિકામાં ફૂગાવો એપ્રિલમાં નજીવો રહ્યો હતો. જેનો અર્થ એ કે કંપનીઓએ ઊંચા ટેરિફ હજુ ગ્રાહકોના શિરે પસાર કર્યો નથી. આ પરિબળોની વચ્ચે વોલસ્ટ્રીટમાં મિશ્ર પ્રવાહો જોવા મળ્યા હતા. જેમાં એસએ્ડપી 500 વઝ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ઘટ્યો હતો. જ્યારે નાસડેક કંપોઝિટ 1.61 ટકા વધ્યો હતો, તો સામે ડાઉ જોન્સ 0.64 ટકા ઘટીને બંધ આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાકિસ્તાને જેટલી રકમ માટે કપાવ્યું નાક, ભારતને તેનાથી અનેકગણી વધુ રકમ તો ગિફ્ટ રૂપે મળે છે












