આજે વિશ્વ રક્તદાતા દિવસઃ જાણો શા કારણે 14મી જૂને ઉજવાય છે આ દિવસ, બ્લડગ્રુપની શોધ કોણે અને ક્યારે કરી?
14 મી જૂન એટલે કે વિશ્વ સ્વૈચ્છિક રક્તદાતા દિવસ. રક્ત કે જેને હજુ આજનું આધુનિક વિજ્ઞાન પણ કૃત્રિમ રીતે ઉત્પાદન કરી શક્યું નથી. જેથી રક્તદાતાઓ દ્વારા જે રક્તદાન કરવામાં આવી રહ્યું છે તેના થકી જ લાખો લોકોની જિંદગી બચાવવામાં આવે છે.
ફ્રાંસના વૈજ્ઞાનિકની યાદમાં ઉજવાય છે વર્લ્ડ બ્લડ ડોનર ડે
સ્વૈચ્છિક રક્તદાતા દિવસની ઉજવણી પુરા વિશ્વમાં કરવામાં આવે છે. આમ તો અનેક રેગ્યુલર રકતદાતાઓ સમયાંતરે સ્વૈચ્છિક રક્તદાન કરતા જ હોય છે, પરંતુ 14 જુન 1868માં જન્મેલા ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી. જેના જન્મદિનને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું શરૂ કરાયું. વિશ્વ રકતદાતા દિનની ઉજવણી વર્ષ 2004થી શરૂ કરાઈ છે. આજના ખાસ દિને લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી અને લોહીની જરૂર વાળા લોકોની મહામુલી જિંદગીને નવજીવન આપવામાં સહભાગી બની રહ્યા છે.
110 વર્ષ પહેલાં કાર્લ લેન્ડસ્ટરે લોહીના ગ્રુપની શોધ કરી
લોહી કે જે કુદરતની અણમોલ દેણ છે. જેને આજનો 21 મી સદીનો માનવી હજી સુધી બનાવી શક્યો નથી અને માટે જ લોકોએ અન્ય લોકોની જિંદગી બચાવવા માટે રક્તદાન કરવું જરૂરી બન્યું છે. આજથી 110 વર્ષ પહેલા ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી અને ત્યાર બાદથી લઇને આજદિન સુધી આ શોધના આધારે અવનવા પ્રયોગો હાથ ધરીને તેમાં જરૂરી સંશોધનો કરી માનવીના જીવનને બચાવવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કોણ હતા કાર્લ લેન્ડરસ્ટર?
કાર્લ લેન્ડસ્ટરનો જન્મ 1868 માં થયો હતો અને તેમને આ શોધ બદલ 1930 માં નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 14 જૂન 1868 માં થયો હોય જેથી આ દિવસને વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવાનું વર્ષ 2004 માં શરુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
લોહી જેની શોધ હજુ સુધી માનવી નથી કરી શક્યું
લોહી અમુલ્ય છે અને તે અનેકની જિદગી બચાવે છે, ત્યારે આજના આ દિને લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આપણું લોહી અનેક લોકોનું જીવન બચાવે છે, ત્યારે લોકો પણ અન્ય લોકોની મહામુલી જીવન બચાવવા રક્તદાન કરે તે જરૂરી છે. રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી તેમજ રક્તદાન કરનારને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ નથી થતી. પરંતુ વ્યક્તિને સોયનો ડર ચક્કર કે ગભરામણ ક્યારેક કરી મુકે છે, પરંતુ મજબુત મનોબળવાળા રક્તદાતા સમયે રક્તદાન કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરે છે.
રક્તદાન જરૂરી છે
બ્લડબેંકોમાં હાલ અત્યાધુનિક સાધનો હોય છે. જેમાં બ્લડના વિવિધ ટેસ્ટ કરી તેમાંથી વિવિધ ઘટકો છુટા પાડવામાં આવે છે. જેમાં શ્વેત રક્તકણો-લાલ રકતકણો-ત્રાક કણો-અને પ્લાઝમા અલગ-અલગ પાડીને જરૂરિયાત અનુસાર આપવામાં આવે છે .જયારે અમુક કિસ્સાઓમાં હોલ બ્લડ એટલેકે આ બધા તત્વો ધરાવતું બ્લડ પણ પૂરું પાડવામાં આવે છે. લોહીની સૌથી વધુ જરૂરિયાત થેલેસેમિયા ગ્રસ્ત લોકોને પડે છે, આ ઉપરાંત બ્લડ કેન્સર, પ્રસુતિ, અકસ્માત વગેર સમયે પણ લોહીની ખાસ જરૂર પડતી હોય ત્યારે આવા દર્દીઓને લોહી મળી રહે તે જરૂરી છે, અને જેના માટે વિશ્વમાં સ્વેછીક રકતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.












