અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ, 10 ફેબ્રુઆરી, 2025: જેદાહથી અમદાવાદમાં લેન્ડિંગ કરેલ ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી હતી. જેમા અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. જોકે એજન્સી દ્વાકા તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેમજ ચિઠ્ઠી લખનારને શોધી કાઢવા માટે દરેકના રાઇટીંગ સેમ્પલ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મળતા અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં પોલીસના હાથે કોઇ શંકાસ્પદ ચીજ હાથ લાગી નથી.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિિગોની ફ્લાઇટમાંથી મુસાફરો બહાર નીકળ્યા બાદ ફ્લાઇટની સફાઇ દરમિયાન આ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં એરોપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પહોંચી હતી અને મળેલી ચિઠ્ઠીને એફએસએલમાં મોકલી આપવામાં આવી હતી. હાલમાં એરપોર્ટ પર સીઆઇએસએફ દ્વારા પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે ત્રણ મહિના પહેલા પણ ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ તે સમયે કંઇ હાથ ન લાગતા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે રમાશે, ટિકિટ ખરીદવા માટે પડાપડી થઈ
ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, આ યુવા ખેલાડી ઈજા પહોંચતા ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
હિન્દુ ધર્મમાંથી રાહુલ ગાંધીનો બહિષ્કાર, સંતોની ધર્મ સંસદમાં લેવાયો સૌથી મોટો નિર્ણય
મેક્સિકોમાં મોટી દુર્ઘટના: બસ દુર્ઘટનામાં 41 લોકોના મૃત્યુ, બસમાં સવાર હતા 44 લોકો












