ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

આ છે ટિકટોકમાં પૈસા લગાવનાર શ્રીમંતોના શ્રીમંત, ધરાવે છે 700 કાર, દુનિયામાં સૌથી મોટું યોટ

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર, 2025: ટિક ટોક (Tik Tok)અમેરિકન બિઝનેસ અબુ ધાબીના શાહી પરિવારના હાથમાં જવાનો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક એક્ઝુક્યુટીવ ઓર્ડર પર સહી કરીને આ સોદાને મંજૂરી આપી દીધી છે. તેની હેઠળ શેખ તહનૂન બિન ઝાયદ અલ નહયાન (Sheikh Tahnoon Bin Zayed Al Nahyan)ના ફંડ એમજીએક્સને 15 ટકા હિસ્સેદારી અને બોર્ડ સિટ મળશે. ટિક ટોક અમેરિકાન વેલ્યુ હાલમાં 14 અબજ ડોલર (12.4 લાખ કરોડ) હોવાનું મનાય છે. ટ્રમ્પે કહ્યુ કે કંપની હવે પૂરી રીતે અમેરિકન રોકાણકારો અને લોકોના હાથમાં હશે અને તેને વિદેશી પ્રતિદ્વંદીથી નિયંત્રિત કરવામાં આવશે નહીં.

આ સોદામાં અબુ ધાબીના રાજવી પરિવારની સંડોવણી ઘણા પ્રશ્નો ઉભા કરે છે. શેખ તહનૂન યુએઈના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે, અને આનાથી અમેરિકા અને ચીનની ભૂરાજકીયનીતિ પર અસર પડી શકે છે. યુએસ કોંગ્રેસે એક વર્ષ પહેલા ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો, જેનાથી વેચાણ પ્રક્રિયા શરૂ થઈ હતી.

અબુ ધાબી રાજવી પરિવાર કેટલો ધનવાન છે?

અબુ ધાબીનો અલ નાહ્યાન પરિવાર વિશ્વના સૌથી ધનિક રાજવી પરિવારોમાંનો એક છે, જેની કુલ સંપત્તિ આશરે 323.9 અબજ ડોલર છે. આ પરિવાર વિશ્વના ઓઇલ ભંડારનો છ ટકા માલિક છે. તેઓ અંગ્રેજી ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટીથી લઈને ફ્રાન્સના લૂવર અબુ ધાબી મ્યુઝિયમ સુધી બધું જ ધરાવે છે.

વૈભવી મહેલો, કાર અને જહાજો

આ પરિવારની જીવનશૈલી સંપૂર્ણપણે શાહી છે. અબુ ધાબીનો રાષ્ટ્રપતિ મહેલ, કાસર અલ-વતન, 475 મિલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તે પેન્ટાગોન કરતા ત્રણ ગણો મોટો છે. તેમની પાસે વિશ્વની સૌથી મોટી યાટ, અઝમ પણ છે, જેમાં ગોલ્ફ રૂમ અને ખાસ ડિઝાઇન કરાયેલ ઝુમ્મર છે. તેમના કાર કલેક્શનની વાત કરીએ તો, શેખ હમાદ બિન હમદાન અલ નાહ્યાન એકલા 700 લક્ઝરી કારના માલિક છે.

વ્યવસાય અને રોકાણો

ઓઇલ અને રિયલ એસ્ટેટ ઉપરાંત, પરિવારે રીહાન્નાના લૅંઝરી બ્રાન્ડ સેવેજ એક્સ ફેન્ટીથી લઈને એલોન મસ્કના સ્પેસએક્સ સુધીની દરેક વસ્તુમાં રોકાણ કર્યું છે. તેમના વિમાનો અને ખાનગી જેટનો સંગ્રહ એટલો વિશાળ છે કે શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન એકલા 478 મિલિયન ડોલરની કિંમતના બોઇંગ 747ના માલિક છે.

ટિક ટોક કોણ સંભાળશે? અમેરિકન રોકાણકારો અને કંપનીઓ ટિકટોકના યુએસ યુનિટમાં હિસ્સો ખરીદી રહ્યા છે. ઓરેકલના સ્થાપક લેરી એલિસન, ખાનગી ઇક્વિટી ગ્રુપ સિલ્વર લેક અને અબુ ધાબીના MGX સંયુક્ત રીતે આશરે 45% હિસ્સો હસ્તગત કરશે. બાઈટડાન્સ 19.9% ​​હિસ્સો જાળવી રાખશે, જ્યારે બાકીના રોકાણકારોમાં માઈકલ ડેલ અને મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોક જેવા દિગ્ગજોનો સમાવેશ થશે. જોકે, ચીન આ સોદાને ઔપચારિક રીતે મંજૂરી આપશે કે નહીં તે અનિશ્ચિત છે.

આ પણ વાંચોઃ વાહનોના એન્જિનમાં ફરી થશે ફેરફાર, નવા સ્ટાન્ડર્ડ લાગુ કરવાની તૈયારી, વધશે ગાડીની તાકાત અને માઇલેજ

Back to top button