ટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટ્સ

પૂરી દુનિયાને લાગ્યું કે હું પાગલ છું, સંજીવ ગોયન્કાએ કઈવાત પર આપ્યું આ નિવેદન

નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2025: લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકા હંમેશા ચર્ચામાં રહે છે. આઈપીએલ 2022માં ચાહકોને એક નવી ટીમ જોવા મળી હતી, જેનું નામ હતું લખનૌ સુપર જાયન્ટ્સ. આ ટીમને ખરીદવા માટે સંજીવ ગોયનકાએ 900 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. આ રોકાણથી દરેક વ્યક્તિ આશ્ચર્યમાં હતું કે સંજીવ ગોયનકાએ આ ટીમ પર આટલા બધા પૈસા કેમ ખર્ચ્યા? આ ઉપરાંત, આઈપીએલ 2025ની મેગા હરાજીમાં સંજીવ ગોયનકાએ રિષભ પંતને 27 કરોડ રૂપિયાની ભારે રકમમાં ખરીદીને બધાને ચોંકાવી દીધા હતા, જેના કારણે પંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા. હવે ગોયનકાએ જણાવ્યું કે તેમણે આટલા પૈસા ખર્ચીને લખનૌ સુપર જાયન્ટ્સને શા માટે ખરીદ્યું?

સંજીવ ગોયનકાનું મોટું નિવેદન

હાલમાં જ સંજીવ ગોયનકાએ ઇંગ્લેન્ડની લીગ ‘ધ હન્ડ્રેડ’માં પ્રવેશ કર્યો અને માન્ચેસ્ટર ઓરિજિનલ્સ ટીમમાં 70 ટકા હિસ્સેદારી હાંસલ કરી. બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સંજીવ ગોયનકાએ જણાવ્યું, “જ્યારે મેં આઈપીએલ ટીમ ખરીદવા માટે 90 કરોડ ડોલરનું રોકાણ કર્યું, ત્યારે આખી દુનિયાને લાગ્યું કે હું પાગલ થઈ ગયો છું. સાડા ત્રણ વર્ષમાં તેની કિંમત કદાચ 1.5 અબજ ડોલર થઈ ગઈ છે. આઈપીએલ એક અનોખી લીગ છે, પરંતુ ‘ધ હન્ડ્રેડ’નો વિકાસ પણ ચાલુ રહેશે અને અમને વિશ્વાસ છે કે તે ખૂબ ઝડપથી આગળ વધશે.”

તેમણે આગળ કહ્યું, “તમે નામમાં ફેરફાર જોશો અને અમે ચોક્કસપણે ‘સુપર જાયન્ટ્સ’ને તેમાં સામેલ કરીશું. આ એવી વસ્તુ છે જેને અમે અમારી બધી ફ્રેન્ચાઇઝીમાં ‘સુપર જાયન્ટ્સ’ના નામે એકીકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

‘ધ હન્ડ્રેડ 2025’માં માન્ચેસ્ટર ઓરિજિનલ્સનું પ્રદર્શનઅત્યાર સુધી ‘ધ હન્ડ્રેડ 2025’માં માન્ચેસ્ટર ઓરિજિનલ્સનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું નથી. ફિલ સોલ્ટની કેપ્ટનશીપ હેઠળ ટીમે અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાંથી ટીમને માત્ર 1 જીત મળી છે, જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સ છઠ્ઠા સ્થાને છે.

આ પણ વાંચો : IT કંપનીઓના રોકાણકારોને ભારે નુકસાન, ટેક મહિન્દ્રાથી લઇને ટીસીએસ સુધી, એમકેપમાં 25 ટકાનો ઘટાડો, જાણો કારણ

Back to top button