વર્લ્ડ

નેપાળના વડાપ્રધાનને સુપ્રીમ કોર્ટે ફટકારી કારણ બતાવ નોટિસ, જાણો શું છે આખી ઘટના

નેપાળની સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાન પુષ્પ કમલ દહલ વિરુદ્ધ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. દેશમાં દાયકાઓ સુધી ચાલેલા માઓવાદી બળવા દરમિયાન 5,000 થી વધુ લોકોની હત્યામાં પ્રચંડની ભૂમિકાની તપાસ કરવા માટે દાખલ કરાયેલી રિટ અરજીઓ પર કોર્ટનો આદેશ આવ્યો હતો.

કોણે કરી હતી અરજી ?

સુપ્રીમ કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે વકીલ જ્ઞાનેન્દ્ર અરન અને માઓવાદી વિદ્રોહના અન્ય પીડિતો દ્વારા લાવવામાં આવેલી અરજી મંગળવારે નોંધવામાં આવી હતી. વકીલો અરન અને બુધથોકીએ સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ રિટ પિટિશન દાખલ કરી હતી જેમાં માગણી કરવામાં આવી હતી કે દાયકા લાંબી માઓવાદી વિદ્રોહ દરમિયાન ઓછામાં ઓછા પાંચ હજાર લોકોની હત્યા માટે જવાબદાર હોવાનું સ્વીકારવા બદલ પ્રચંડની તપાસ કરવામાં આવે અને તેમની સામે કેસ ચલાવવામાં આવે.

વડાપ્રધાનની ધરપકડ કરવા માંગ

જસ્ટિસ ઇશ્વર પ્રસાદ ખાટીવાડાની સિંગલ બેન્ચે શુક્રવારે પ્રાથમિક સુનાવણી દરમિયાન વડા પ્રધાન સહિત પ્રતિવાદીઓને 15 દિવસની અંદર લેખિત જવાબ આપવાનો આદેશ આપ્યો હતો કે ખરેખર શું થયું હતું અને શા માટે અરજદારો દ્વારા માંગવામાં આવેલા આદેશો જારી કરવામાં ન આવે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વચગાળાનો આદેશ જારી કરવો જરૂરી નથી કારણ કે વર્તમાન સંદર્ભમાં આદેશ પસાર કરવા માટે કોઈ પર્યાપ્ત કારણ નથી. અરજદારોએ માંગ કરી હતી કે કોર્ટ વડાપ્રધાન પ્રચંડની ધરપકડ કરવા માટે વચગાળાનો આદેશ જારી કરે.

Back to top button