ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપી-બિહારના લોકોનો પંજાબ પર કબજો, કોંગ્રેસ ઉમેદવાર સુખપાલ ખૈરાનું વિવાદાસ્પદ નિવેદન

Text To Speech
  • સુખપાલ ખૈરાનું પરપ્રાંતિયો અંગે વિવાદાસ્પદ નિવેદન
  • થોડા વર્ષો પછી પંજાબમાં પાઘડી પહેરનારાઓ જોવા નહી મળેઃ સુખપાલ ખૈરા
  • હિમાચલ જેવો કાયદો પંજાબમાં પણ લાગુ થવો જોઈએઃ સુખપાલ

ચંડીગઢ, 19 મે: સંગરુર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર સુખપાલ ખૈરાએ ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા પરપ્રાંતિયોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સુખપાલ ખૈરાએ કહ્યું કે આ લોકો પંજાબ પર કબજો કરશે અને પંજાબિયતનો નાશ કરશે. પંજાબ પંજાબીઓનું છે. અહીં બિન-પંજાબી એટલે કે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને મત આપવાનો અધિકાર ન હોવો જોઈએ. ન તો તેમને પંજાબમાં નોકરીઓ મળવી જોઈએ અને ન તો તેમને ઘર બનાવવાની મંજૂરી આપવી જોઈએ. આ નિવેદન આપીને ખૈરા મુશ્કેલીમાં આવી શકે છે. શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના એક ઉમેદવારે પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેને ભટિંડા અને માનસાના ચૂંટણી અધિકારીઓએ સમાજમાં ભાગલા પાડવા માટે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરવા બદલ નોટિસ ફટકારી હતી.

સંગરુરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સુખપાલ ખૈરાએ ડિડબાના ખેતલા ગામમાં એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે પંજાબના લોકો વિદેશ જઈ રહ્યા છે અને અન્ય રાજ્યોના લોકો અહીં આવી રહ્યા છે, તે સ્પષ્ટ છે કે થોડા વર્ષોમાં તેમને અહીં જગ્યા મળી જશે. થોડા વર્ષો પછી પંજાબમાં પાઘડી પહેરનારાઓ જોવા નહિ મળે.

તેમણે વધુમાં કહ્યું કે હિમાચલની જેમ પંજાબમાં પણ બિન-પંજાબીઓ વિરુદ્ધ કાયદો લાવવો જોઈએ. જેમ હિમાચલમાં કાયદો છે કે અન્ય રાજ્યોમાંથી કોઈ વ્યક્તિ જમીન ખરીદી શકે નહીં, પંજાબમાં પણ એવો જ કાયદો હોવો જોઈએ, જેથી બહારના લોકો પંજાબ પર કબજો ન કરી શકે. ખૈરાએ કહ્યું કે અન્ય રાજ્યોમાંથી લોકો પંજાબ આવે અને પૈસા કમાઈને જતા રહે.

ચન્નીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

2022ની વિધાનસભા ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ પણ જે તે સમયે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચન્નીએ રૂપનગરમાં પ્રચાર કરવા આવેલા પ્રિયંકા ગાંધી વાડ્રાની હાજરીમાં કહ્યું હતું કે પંજાબીઓ ઉત્તર પ્રદેશ,બિહાર અને દિલ્હીના ભાઈઓને પંજાબમાં આવવા દેશે નહીં. તેમના નિવેદન પર હોબાળો થયો હતો અને તેમણે ખુલાસો પણ આપવો પડ્યો હતો.

આ પણ જુઓ:  PM મોદીની રેલીમાં સિંગાપોરના હાઈ કમિશનર, કેસરી ગમછા સાથે પોસ્ટ કરી તસવીર

Back to top button