ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસના વધુ એક નેતાએ ભારતીયો અંંગે આપ્યુંં વિવાદાસ્પદ નિવેદન

  • ભારતીયો અંગે  પિત્રોડા પછી અધીર રંજન ચૌધરીની વિવાદિત ટિપ્પ્ણી
  • અધીર રંજન ચૌધરીએ ભારતીયોનેે મોંગોલિયન સાથે સરખાવ્યા
  • ભાજપના શહેજાદ પુનાવાલાએ અધીર રંજન ચૌધરીની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ

પશ્ચિમ બંગાળ, 9 મે: ભારતના લોકો વિશે વિવાદિત ટિપ્પણી કરનાર સેમ પિત્રોડા પછી કોંંગ્રેસના વધુ એક નેતા અધીર રંજન ચૌધરીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુુું છે. પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, “આપણા રાષ્ટ્રમાં વિવિધ વર્ગના લોકો વસેે છે જેમાંથી કેટલાક ‘મોંગોલિયન’ જેવા છે’, અન્ય લોકોના ત્વચાના રંગ વિવિધ હોય છે, જેને નકારી શકાય નહીં.”

પિત્રોડા પછી વધુ એક નેેેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

સામ પિત્રોડાની ‘જાતિવાદી’ ટિપ્પણી પર વિવાદ ઊભો થયો તે પછી તરત જ, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બીજું એક વિવાદાસ્પદ નિવેદન આપીને દાવો કર્યો કે ‘દેશમાં N-ટાઈપ વર્ગના લોકો અને મોંગોલિયનો છે.’ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આ વિવાદિત ટીપ્પણીમાંં ‘નેગ્રિટો’ જાતિનો સંદર્ભ આપ્યો હતો, જે ઓસ્ટ્રોનેશિયન પ્રદેશના વતની ટૂંકા કદના કાળી ચામડીના લોકોનો સમૂહ છે. ચૌધરીનું આ નિવેદન સેમ પિત્રોડાના વિવાદિત ટિપ્પણીના એક દિવસ પછી આપ્યુંં હતું. જોકે સેમ પિત્રાડાએ ભારતીય લોકો માટે કરેલી ટિપ્પણીના કારણે વિવાદ ઊભો થતા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું જેનો કોંગ્રેસ પાર્ટીએ સ્વીકાર પણ કર્યો હતો.

શહેેજાદ પુનાવાલાએ અધીર રંંજનની ટિપ્પણીનો કર્યો વિરોધ

અધીર રંજન ચૌધરીની આ વિવાદિત ટિપ્પણી પર ભાજપના શહેજાદ પુનાવાલાએ વિરોધ કરતા પોતાના એક્સ હેન્ડલ પર આ અંગે એક પોસ્ટ કરી હતી, જેમાં અધીર રંજન અને કોંગ્રેસ પર વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. પુનાવાલાએ કહ્યું હતું કે અધીર રંજન ચૌધરીએ તમામ હદો પાર કરી. તેમણે પિત્રોડાના બચાવ માટે ભારતીયોને નેગ્રી્ટો કહ્યા. આ પ્રકારના નિિવેદનો પરથી ખ્યાલ આવે છે કે શબ્દો તો સેમ પિત્રોડાના છે પણ વિચાર કોંગ્રેસના છે. શું અંંકલ સેમની ટિપ્પણીને યોગ્ય ઠેરવવામાં આવેેે છે? શું શું તેથી જ તેઓએ તેને બરતરફ ન કર્યો? શું તેઓ દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રની પત્ની કહેનાર અધીરને બરતરફ કરશે?”

આ પણ વાંચો:ચૂંટણી સમયે જ પોતાના નિવેદનથી કોંગ્રેસને મુશ્કેલીમાં મુકનાર સામ પિત્રોડા કોણ છે?

Back to top button