પહેલા જોર્જિયા મેલોનીને લગ્નની ઓફર, હવે યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી સાથે માંગી દુલ્હન

International News: યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર સમાચારમાં છે. તેમણે તુર્કી પાસેથી 1 અબજ ડોલરની માંગણી કરી છે અને એમ પણ કહ્યું છે કે દેશની સૌથી સુંદર મહિલા તેમને દુલ્હન તરીકે આપવામાં આવે. તેમણે ધમકી આપી હતી કે જો આમ નહીં કરવામાં આવે તો તુર્કી સાથેના તમામ સંબંધો તોડી નાખશે. જોકે બાદમાં તેમણે આ ટ્વીટ્સ ડિલીટ કરી દીધા. હાલમાં તે સ્પષ્ટ નથી કે તેમણે આ ટિપ્પણીઓ શા માટે કરી હતી.
આર્મી ચીફ કૈનેરુગાબા યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે. આ પહેલી વાર નથી જ્યારે કૈનેરુગાબાએ વાહિયાત નિવેદનો આપ્યા હોય. ઓક્ટોબર 2022 માં તેમણે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને બદલામાં 100 અંકોલે ગાયો (લાંબા શિંગડાવાળી બ્રીડ) ઓફર કરી હતી. કેનેરુગાબાએ તેમને પૃથ્વી પરની સૌથી સુંદર ગાયો તરીકે વર્ણવી હતી. મેલોની ત્યારે ઇટાલીના વડા પ્રધાન બન્યા ન હતા.
ત્યારબાદ કૈનેરુગાબાએ તેમના ટ્વિટર ફોલોઅર્સને પૂછ્યું કે મેલોની સાથે લગ્ન કરવા માટે તેમણે કેટલી ગાયો આપવી જોઈએ. તેમણે આગળ લખ્યું કે આપણી સંસ્કૃતિમાં તમે જે છોકરીને પસંદ કરો છો તેને ગાય આપો છો. જોકે આ ઓફર પછી તરત જ ધમકી આપવામાં આવી. કેનેરુગાબાએ કહ્યું, જો રોમનો અમારી ગાયોનો ઇનકાર કરે છે, તો તેનો અર્થ એ કે અમારે રોમ પર કબજો કરવો પડશે. આમાં અમને ઘણા દિવસો લાગશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આર્મી ચીફના પુત્રએ ભૂલ કરી, રાષ્ટ્રપતિ પિતાએ માંગી માફી
તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થઈ, જેના કારણે કૈનેરુગાબાના પિતા, યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ તેમના પુત્રની ટિપ્પણી બદલ માફી માંગી હતી. મુહૂઝીને તેમના પિતાના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે, તેમણે જાહેરમાં 2022 માં કેન્યા પર આક્રમણ કરવાની ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે નૈરોબી કબજે કરવામાં મને અને મારી સેનાને બે અઠવાડિયાથી વધુ સમય લાગશે નહીં. આ ધમકીને કારણે, તેમના પિતાએ તેમને સેના પ્રમુખ પદ પરથી અસ્થાયી રૂપે બરતરફ કર્યા અને કેન્યાની ઔપચારિક માફી માંગી હતી.
આ પણ વાંચોઃ ટાઈપિંગ ટેસ્ટમાં ફેલ થતા 3 બાબુઓનું ડિમોશન, ક્લાર્કમાંથી બનાવી દીધા પટાવાળા












