સૌથી મોંઘી સિંગર રિહાના 37 વર્ષની ઉંમરે ત્રીજી વખત માતા બની, દિકરીનું રાખ્યું ખાસ નામ

- પોપ ગાયિકા રિહાના ત્રીજી વખત માતા બની છે. તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. તેની પુત્રીનો જન્મ 13 સપ્ટેમ્બર, 2025 ના રોજ થયો હતો
HD ન્યુઝ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ દુનિયાભરમાં પોતાના અવાજ અને સ્ટાઈલથી ચર્ચામાં રહેનાર સૌથી મોંઘી સંગીત કલાકાર most expensive singer Rihanna એક વખત ફરી ચર્ચામાં છે. પોપ ગાયિકા રિહાના ત્રીજી વખત માતા બની છે. તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. તેની પુત્રીનો જન્મ 13 સપ્ટેમ્બર, 2025 ના રોજ થયો હતો, જેની એક તસવીર તેણે સોશિયલ મીડિયા પર હવે શેર કરી છે.
રિહાના અને તેના પતિ ASAP Rockyએ તેમની સુંદર પુત્રીને એક ખાસ નામ પણ આપ્યું છે જે છે ‘રોકી આઈરિશ મેયર્સ’
રિહાનાએ દીકરીની ઝલક બતાવી
રિહાનાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરી છે. તેણે તેની પુત્રી સાથે એક સુંદર તસવીર પોસ્ટ કરી છે, જેમાં માતા અને પુત્રી બંને પિંક કલરના આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોવા મળે છે. તેણે પોસ્ટના કેપ્શનમાં દિકરીનું નામ રોકી આઈરિશ મેયર્સ અને તેની જન્મ તારીખ 13 સપ્ટેમ્બર, 2025 લખ્યું છે.
Rihanna at the Met Gala 2025🤍
“I can barely wink, but I tried for you girl!” 😭 pic.twitter.com/i0C785MmcP— ☈NAVYUPDATES (@Navyupdate13) May 6, 2025
નામનો અર્થ શું છે?
રિહાના અને એસેપ રોકીની પુત્રીના નામની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ દંપતીએ સત્તાવાર રીતે તેનો અર્થ જાહેર કર્યો નથી, પરંતુ રોકી નામ તેના પિતા, એસેપ રોકી સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. એસેપનું સાચું નામ રકિમ મેયર્સ છે અને તેનું બાળપણનું ઉપનામ રોકી હતું. તેથી પુત્રીનું નામ તેના પિતા સાથે હળતું ભળતું જોવા મળી રહ્યું છે. આઈરિશ રિહાનાના સંગીત અને વારસા પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.
આ પણ વાંચોઃ મેડલ પહેરતી વખતે રાની સાથે શું વાત કરતો હતો શાહરૂખ? પાસે બેઠેલા વિક્રાંત મેસ્સીએ જણાવ્યું











