આજે રાતે દેખાશે 2025નો છેલ્લો સુપરમુન, જુઓ ચંદ્રનું સૌથી વિશાળ અને ચમકતું રૂપ

- જો તમે આ વર્ષે ચંદ્રનો સૌથી સુંદર દેખાવ જોવા માંગતા હો, તો આજે રાત્રે સૂર્યાસ્ત પછી આકાશમાં જોવાનું ભૂલશો નહીં
HD ન્યુઝ ડેસ્કઃ આજની રાત (4 ડિસેમ્બર, 2025) ખગોળશાસ્ત્ર પ્રેમીઓ માટે એક ખાસ રાત હશે. 2025નો છેલ્લો અને સૌથી અદભુત સુપરમૂન supermoon of 2025 આજે આકાશમાં દેખાશે. આ એક નોંધપાત્ર પ્રસંગ છે જ્યારે આપણો ચંદ્ર તેના સામાન્ય પૂર્ણિમાના ચંદ્ર કરતા ઘણો મોટો અને વધુ અદભુત દેખાશે. જો તમે આ વર્ષે ચંદ્રનો સૌથી સુંદર દેખાવ જોવા માંગતા હો, તો આજે રાત્રે સૂર્યાસ્ત પછી આકાશમાં જોવાનું ભૂલશો નહીં. આ ખગોળીય ઘટનાને તમારી પોતાની આંખોથી જોવી એ એક અવિસ્મરણીય અનુભવ હોઈ શકે છે.
સુપરમૂન શું છે?
સુપરમૂન ત્યારે થાય છે જ્યારે ચંદ્ર એક સાથે બે મહત્ત્વપૂર્ણ સ્થિતિમાં હોય છે: જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે ગોળ અને પ્રકાશિત હોય છે અને જ્યારે તે તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે.
જ્યારે પૂર્ણિમા અને ઉપભૂ (પેરિજી)એક સાથે આવે છે, ત્યારે ચંદ્ર સામાન્ય કરતાં ઘણો મોટો અને તેજસ્વી દેખાય છે. વૈજ્ઞાનિકોના મતે આજની રાતનો સુપરમૂન સામાન્ય પૂર્ણ ચંદ્ર કરતાં 14 ટકા મોટો અને 30 ટકા વધુ તેજસ્વી દેખાઈ શકે છે.
આજે રાત્રે સુપરમૂન ક્યારે દેખાશે?
આ સુપરમૂન જોવાનો શ્રેષ્ઠ સમય એ છે કે જ્યારે ચંદ્ર ક્ષિતિજની ઉપર હોય. આ ભવ્ય દૃશ્ય જોવા માટે તમારે આજે સાંજે સૂર્યાસ્ત પછી પૂર્વ તરફ જોવું જોઈએ. જ્યારે ચંદ્ર ક્ષિતિજની નજીક હોય છે, ત્યારે એક અદભુત ઓપ્ટિકલ ઈલ્યુઝન પેદા કરે છે, જેનાથી તે વધુ મોટો દેખાય છે. 5 ડિસેમ્બરે સવારે 4:44 વાગ્યે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હશે.
આ ખાસ દૃશ્ય તમે ક્યાં જોશો?
આ નજારો ભારતમાં લગભગ દરેક જગ્યાએ દેખાશે. એકમાત્ર શરત સ્વચ્છ હવામાન છે. કેટલાક મોટા શહેરો અને તેમની આસપાસના વિસ્તારોમાં તે સૌથી વધુ અદભુત રહેશે. મહાનગરોમાં રહેતા લોકો પણ સુપરમૂનનો આનંદ માણી શકે છે, પરંતુ શરત માત્ર એટલી કે તે શહેરની રોશની અને પોલ્યુશનથી થોડાક દૂર હોય. તેને પાર્ક અથવા એપાર્ટમેન્ટની છત પરથી જોવું શ્રેષ્ઠ રહેશે. તેને શ્રેષ્ઠ રીતે જોવા માટે, રાત્રિના પહેલા થોડા કલાકો દરમિયાન જ્યારે ચંદ્ર ઉગે છે ત્યારે આકાશ તરફ જુઓ.
કોઈ ખાસ સાધનની જરૂર નથી
સુપરમૂન જોવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી, પરંતુ જો તમારી પાસે દૂરબીન અથવા નાનું ટેલિસ્કોપ હોય, તો તમે ચંદ્રની સપાટીને વધુ નજીકથી જોઈ શકશો. વર્ષના છેલ્લા સુપરમૂન સાથે આજે રાત્રે આકાશમાં આ અદભુત ‘શો’ જોવાનું ચૂકશો નહીં.
આ પણ વાંચોઃ મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ











