ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મહિલા વડાપ્રધાન જ સસ્પેન્ડ, ભારતીયોના ગમતા દેશમાં કોર્ટનો આદેશ, વાંચો કારણો, જાણશો તો ચોંકી જશો

  • 25 લાખ ભારતીય પર્યટકો 2025માં થાઇલેન્ડની મુલાકાત લે તેવી સંભાવના

એચડી ન્યૂઝ ડેસ્ક, 03 જુલાઇ 2025: Thailand સરહદના વિવાદો દુનિયાભરમાં ઉભા થયા છે અને યુદ્ધ થઇ રહ્યાં છે ત્યારે ફ્રાન્સે થાઇલેન્ડ અને કંબોડિયા માટે પણ આવો જ વિવાદ છોડી દીધો છે. આ વિવાદમાં થાઇલેન્ડના મહિલા વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાના સસ્પેન્શન થયા હોવાનું મનાય છે. વાંચો શું છે આખું પ્રકરણ કે જ્યાં ભારતીયોઅ ટુરિઝમ સ્પોટ બનાવી દીધું છે એ થાઇલેન્ડની વાત.

શા માટે ભારતીયોનું પસંદગીનું સ્થળ?

થાઇલેન્ડ ભારતીયોનું પ્રિય હનીમૂન સ્થળ અને રજાઓ ગાળવા માટે એક સંપૂર્ણ સ્થળ. પ્રથમ, તે ભારતથી બહુ દૂર નથી, હવાઈ ભાડું ઓછું છે, બીજું, સુંદર દરિયાકિનારા, હજારો વર્ષ જૂના મંદિરો અને જીવંત સંસ્કૃતિ. થાઇલેન્ડ દરેક મધ્યમ વર્ગના ભારતીયનું સ્વપ્ન સ્થળ છે. પરંતુ તાજેતરમાં આ દેશ રાજકીય ઉથલપાથલ અને પ્રાદેશિક તણાવને કારણે ચર્ચામાં છે.

T-HDNEWS

પટોંગટાર્ન શિનાવાત્રા સૌથી યુવા વડા પ્રધાન

ઓગસ્ટ 2024 માં થાઇલેન્ડના સૌથી યુવા વડા પ્રધાન બનેલા 38 વર્ષીય પટોંગટાર્ન શિનાવાત્રાને મંગળવારે કોર્ટે લીક થયેલા ફોન કોલ વિવાદને કારણે સસ્પેન્ડ કર્યા હતા. કોર્ટ દ્વારા વડાપ્રધાનનું સસ્પેન્શન લોકશાહીમાં ન્યાયિક હસ્તક્ષેપનું અભૂતપૂર્વ ઉદાહરણ છે. આ પછી, થાઇલેન્ડને ગુરુવારે નવા વડા પ્રધાન મળવા જઈ રહ્યા છે. ફુમથમ વેચાયચાઈ આજે થાઇલેન્ડના કાર્યકારી વડા પ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે. સરકારના પ્રવક્તા જીરાયુ હોંગસુબે બુધવારે જણાવ્યું હતું કે તેઓ રાજા સમક્ષ શપથ લેશે.

APM-HDNEWS

આ પણ વાંચો:બિઝનેસ લોન પર મોટી રાહત, આગોતરી ચૂકવણી પર નહી લાગે કોઇ ચાર્જ

શિનાવાત્રાના સસ્પેન્શનનો વિવાદ શું છે?   

શિનાવાત્રાના લીક થયેલા ફોન કોલમાં, તેણીએ પોતાના દેશની સેનાની ટીકા કરી હતી. આ કોલમાં, શિનાવાત્રા કંબોડિયન સેનેટ પ્રમુખ હુન સેન સાથે વાત કરી રહી હતી. આ કોલ 15 જૂને કરવામાં આવ્યો હતો. આ કોલ પછી, કોલ લીક થયો હતો.

કંબોડિયાના સેનેટ પ્રમુખ સાથે શું વાત કરી હતી?

સમાચાર એજન્સી એપી અનુસાર, હુન સેને પોતાના ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું કે તેમણે વાતચીત રેકોર્ડ કરી છે અને ઓછામાં ઓછા 80 લોકો સાથે શેર કરી છે. આ કોલમાં, પટોંગટાર્ન અને હુન સેન એક અનુવાદક દ્વારા થાઇલેન્ડ-કંબોડિયા સરહદ તણાવ વિશે વાત કરી રહ્યા હતા. આ બંને નેતાઓ કહી રહ્યા હતા કે શું તેમણે ઘાતક અથડામણ પછી લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા જોઈએ?

સેનાની વાતમાં ટીકા કરવી ભારે પડી

આ કોલમાં, સસ્પેન્ડેડ પીએમ પટોંગટાર્ન હુન સેનને કાકા કહેતા સાંભળી શકાય છે. નોંધનીય છે કે હુન સેન પટોંગટાર્નના પિતા થાક્સિન શિનાવાત્રાના જૂના મિત્ર હોવાનું કહેવાય છે. આ કોલમાં, પટોંગટાર્ન હુન સેનને થાઇલેન્ડના પ્રાદેશિક સૈન્યના કમાન્ડરનું સાંભળવા ન દેવા કહ્યું. આ કમાન્ડરે થાઇલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદ અંગે જાહેરમાં કંબોડિયાની ટીકા કરી હતી અને તેમને “વિરોધી” કહ્યા હતા. તેણીએ હુન સેનને પણ કહ્યું હતું કે તે શું ઇચ્છે છે તે જણાવે અને તે તેને મેનેજ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો:3 જુલાઈ, 2025: કુંભ રાશિના લોકોએ સમય અને પૈસાની કદર કરવી જોઈએ

નવો વિવાદ કેવી રીતે ઉભો થયો?

મે મહિનામાં, આ બે એશિયન પડોશીઓ વચ્ચે વિવાદ ઉભો થયો જ્યારે એક થાઈ સૈનિકના ગોળીબારમાં એક કંબોડિયન સૈનિકનું મોત થયું. આ વિવાદ પર, કંબોડિયન સેનાએ કહ્યું હતું કે તેમના સૈનિકો સરહદ પર નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે થાઈ સૈનિકોએ ગોળીબાર કર્યો. આ ઘટનામાં એક સૈનિકે પોતાનો જીવ ગુમાવ્યો. 10 મિનિટ સુધી ચાલેલી આ અથડામણ અંગે, થાઈ સેના કહે છે કે કંબોડિયન સૈનિકો વિવાદિત વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ ઘટના બાદ, થાઈલેન્ડે કંબોડિયા સાથેની તેની સરહદ પર કડક પ્રતિબંધો લાદ્યા હતા.

કંબોડિયાએ આયાત સહિતના મુક્યા છે પ્રતિબંધ

દરમિયાન, કંબોડિયાએ થાઈ ફિલ્મો અને ટીવી શો પર પ્રતિબંધ મૂક્યો છે, થાઈ ફળો અને શાકભાજીની આયાત બંધ કરી દીધી છે અને તેના પાડોશી દેશોના કેટલાક આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ લિંક્સ અને પાવર સપ્લાયનો બહિષ્કાર કર્યો છે. કંબોડિયાએ થાઈલેન્ડથી ઈંધણની આયાત પણ બંધ કરી દીધી છે.

સરહદી લડાઈ શું છે?

થાઈલેન્ડ અને કંબોડિયા 800 કિલોમીટરથી વધુ લાંબી જમીન સરહદ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો સરહદ વિવાદ મુખ્યત્વે હિન્દુ પ્રેહ વિહાર મંદિર અને તેની આસપાસના વિસ્તારને લઈને છે, જે ડાંગ્રેક પર્વતોમાં સ્થિત છે. વિવાદના મૂળમાં 1907 માં બનાવેલ નકશો છે. કંબોડિયા તે સમયે ફ્રાન્સની વસાહત હતી. કંબોડિયા આ નકશાનો ઉપયોગ તેના પ્રદેશનો દાવો કરવા માટે કરી રહ્યું છે, જ્યારે થાઈલેન્ડ દલીલ કરે છે કે આ નકશો ખોટો છે.

પ્રીહ વિહાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ

૧૯૬૨માં, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) એ મંદિરને કંબોડિયાના ભાગ તરીકે માન્યતા આપી હતી, પરંતુ આસપાસની ૪.૬ ચોરસ કિલોમીટર જમીનની માલિકી, જે થાઇલેન્ડ પોતાનો દાવો કરે છે, તે સ્પષ્ટ નહોતી. ૨૦૦૮માં કંબોડિયા દ્વારા પ્રીહ વિહારને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ કરવાના પ્રયાસથી તણાવ વધુ વધ્યો.

25 લાખ ભારતીયો 2025માં થાઇલેન્ડ પહોંચશે

થાઈલેન્ડ ભારતીયોનું પ્રિય હનીમૂન ડેસ્ટિનેશન અને પર્યટન સ્થળ છે. થાઈલેન્ડની વેબસાઇટ ન્યૂઝ અનુસાર, 2024માં 21 લાખ ભારતીયોએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. આ 2023 કરતા 23 ટકા વધુ હતું. 2025માં, અહીં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 25 લાખ સુધી પહોંચવાની ધારણા છે.

આ પણ વાંચો:માઇક્રોસોફ્ટ 9000થી વધુ કર્મચારીઓને ઘરે બેસાડશે

Back to top button