ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

બિઝનેસ લોન પર મોટી રાહત, આગોતરી ચૂકવણી પર નહી લાગે કોઇ ચાર્જ

નવી દિલ્હી, 3 જુલાઇ, 2025: ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ગઇકાલે બેન્કો અને અન્ય નાણાંકીય સંસ્થાઓને એક મોટો નિર્દેશ આપ્યો છે. જેમાં RBIએ કહ્યુ છે કે કોઇ પણ ફ્લોટિંગ દરમાં વ્યાપારી લોન પર વ્યક્તિઓ અને સૂક્ષ્મ અને લઘુ એકમો પાસેથી આગોતરા ચૂકવણી પર કોઇ ચાર્જીસ વસૂલવામાં આવશે નહી. આ નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે.

હાલમાં વ્યક્તિગત ઉપયોગ માટે ફ્લોટિંગ દરે લેવામાં આવતી લોન પર આગોતરી ચૂકવણી ચાર્જીસ લગાવવામાં આવતા નથી. પરંતુ વ્યાપારી લોનને લઇને અલગ અલગ નાણાં સંસ્થાઓમાં અલગ અલગ નિયમ છે. તેનાથી ઉપભોક્તાઓમાં આશંકાઓ અને ફરિયાદોમાં વધારો થઇ રહ્યો હતો.

RBIએ કેમ લીધો આવો નિર્ણય

RBIને પોતાની સમીક્ષામાં જણાયું હતું કે એસએમઇ ક્ષેત્રને સસ્તી અને આસાન ધિરાણ દેવુ અત્યંત જરૂરી છે. પરંતુ આગોતરી ચૂકવણી ચાર્જને કારણે વિભિન્ન સંસ્થાઓના અલગ અલગ વલણથી ગ્રાહકોને પરેશાની થતી હતી. આ જ કારણે RBIએ નવી ગાઇલાઇન્સ જારી કરી છે.

કોને-કોને લાગુ થશે નવો નિયમ

આ નિર્દેશો તમામ વેપારી બેંકો (નાની ફાઇનાન્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સ્થાનિક પ્રાદેશિક બેંકો સિવાય), ટિયર-4 શહેરી સહકારી બેંકો, NBFC-UL અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે. આ સંસ્થાઓએ કોઈપણ સંજોગોમાં વ્યવસાયિક લોન માટે આગોતરા ચૂકવણી સામે ચાર્જ વસૂલવાના રહેશે નહીં.

50 લાખ રૂપિયા સુધીની લોન પર ખાસ રાહત

RBIએ જણાવ્યું હતું કે સ્મોલ ફાઇનાન્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ટિયર-3 શહેરી સહકારી બેંકો, રાજ્ય અને કેન્દ્રીય સહકારી બેંકો અને NBFC-ML દ્વારા આપવામાં આવતી 50 લાખ રૂપિયા સુધીની કોઈપણ લોન પર આગોતરો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

આગોતરી ચૂકવણીની પદ્ધતિ પણ સરળ રહેશે

હવે જો કોઈ ગ્રાહક લોનની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી અગાઉથી કરવા માંગે છે, તો તે કોઈપણ સ્ત્રોતમાંથી તે કરી શકે છે. આ માટે કોઈ લોક-ઇન પીરિયડ રહેશે નહીં. તે જ સમયે, જો રોકડ ક્રેડિટ અથવા ઓવરડ્રાફ્ટ સુવિધા લેનારાઓ સુવિધા રિન્યુ કરવા માંગતા નથી, તો તેમણે નિયત તારીખ પહેલાં બેંકને જાણ કરવી પડશે, આવા કિસ્સામાં પણ કોઈ આતગોતરો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત છે

RBI એ સ્પષ્ટતા કરી છે કે લોન મંજૂરી પત્ર અને કરારમાં સ્પષ્ટપણે લખવામાં આવશે કે આગોતરી ચૂકવણી ચાર્જ લાગુ થશે કે નહીં. આનાથી ગ્રાહકોમાં કોઈ ગેરસમજ ટાળી શકાશે. RBIના આ નિર્ણયથી MSE ક્ષેત્ર અને વ્યક્તિગત ઉદ્યોગપતિઓને રાહત મળી છે. આનાથી માત્ર સસ્તા ધિરાણને પ્રોત્સાહન મળશે નહીં પરંતુ નાણાકીય સંસ્થાઓમાં પારદર્શિતા પણ આવશે.

આ પણ વાંચોઃ માઇક્રોસોફ્ટ 9000થી વધુ કર્મચારીઓને ઘરે બેસાડશે

Back to top button