માઇક્રોસોફ્ટ 9000થી વધુ કર્મચારીઓને ઘરે બેસાડશે

વોશિંગ્ટન, 3 જુલાઇ, 2025: દુનિયાની જાણીતી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે ફરી એક વખત મોટી છટણી કરવાની ઘોષણા કરી છે. કંપનીએ ગઇકાલે એ વાતની પુષ્ટિ કરી હતી કે તે પોતાના 9,100 કર્મચારીઓને પાણીચુ આપશે. આ કંપનીની 2023 બાદ સૌથી મોટી છટણી હોવાનું મનાય છે. તેનાથી પહેલા મે અને જૂનમાં માઇક્રોસોફ્ટે હજ્જારો કર્મચારીઓની છટણી કરી હતી.
માઇક્રોસોફ્ટના અનુસાર આ છટણી કંપનીના કુલ કર્મચારીઓનો આશરે 4 ટકા હિસ્સો છે. હાલમાં દુનિયાભરમાં માઇક્રોસોફ્ટમાં આશરે 2.28 લાખ કર્ચમારીઓ છે. તેમાંથી અનેક લોકો વોશિંગ્ટન સ્થિત ઓફિસમાં તે અંગે કંપનીએ હાલમાં કોઇ સ્પષ્ટ જાણકારી આપી નથી.
સતત બીજા મહિને છટણી
માઈક્રોસોફ્ટે મે અને જૂનમાં બે તબક્કામાં પણ છટણી કરી હતી. તે દરમિયાન, લગભગ 6,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આમાંથી 2,300 કર્મચારીઓ વોશિંગ્ટનના હોવાનું કહેવાય છે. હવે, ફરી એકવાર જુલાઈમાં છટણીથી કંપનીની અંદર અને બહાર બેચેની વધી ગઈ છે.
છટણીનું કારણ શું છે?
કંપનીએ કહ્યું કે તે તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડીને તેનું કાર્ય વધુ અસરકારક બનાવવા માંગે છે. બજારમાં મંદી ઘટાડવા, ખર્ચ ઘટાડવા અને નફો જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છટણીની આ શ્રેણી છેલ્લા કેટલાક સમયથી ટેક ક્ષેત્રમાં સતત ચાલી રહી છે.
એક વરિષ્ઠ અધિકારીએ પણ બ્રેક લીધો
માઈક્રોસોફ્ટના ચીફ કોમર્શિયલ ઓફિસર જુડસન અલ્થોફે બે મહિના માટે રજા પર જવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું કે તેમણે પોતે આ બ્રેક લીધો છે. અલ્થોફ સપ્ટેમ્બરમાં તેમની ટીમમાં પાછા ફરશે.
સેલ્સ ટીમ પર પણ અસર
તે જ સમયે, એવું માનવામાં આવે છે કે માઇક્રોસોફ્ટની સેલ્સ ટીમમાં પણ વધુ છટણી જોવા મળી શકે છે. આ વિભાગ કંપની માટે મહત્વપૂર્ણ છે, પરંતુ ખર્ચ ઘટાડવાના પ્રયાસમાં પણ તેની અસર થઈ શકે છે. માઇક્રોસોફ્ટ દ્વારા આ છટણી ટેકનોલોજી ક્ષેત્રમાં ચાલી રહેલા વૈશ્વિક સંકટને વધુ ઘેરી બનાવે છે. અગાઉ, ગૂગલ, એમેઝોન અને મેટા જેવી મોટી કંપનીઓએ પણ આવી જ રીતે હજારો કર્મચારીઓને છટણી કરી છે. નિષ્ણાતો માને છે કે આગામી થોડા મહિનામાં આ વલણ ચાલુ રહી શકે છે.
આ પણ વાંચોઃ હવે સંપત્તિ વેચાણ પર થશે વધુ નફો, સરકારે કર્યો આ નિર્ણય












