13 સપ્ટેમ્બરે આ રાશિઓનું ભાગ્ય બદલાશે, તુલા રાશિમાં થશે મંગળનું ગોચર

- તુલા રાશિમાં મંગળનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, જ્યારે કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડશે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં નિશ્ચિત સમયમાં પ્રવેશ કરે છે. 13 સપ્ટેમ્બરે મંગળ શુક્રની તુલા રાશિમાં ગોચર કરશે. મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરે છે તેની અસર મેષથી મીન રાશિમાં જોવા મળશે. તુલા રાશિમાં મંગળનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, જ્યારે કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રના તુલા રાશિમાં ગોચરથી ચાર ભાગ્યશાળી રાશિઓને સારા પરિણામ મળશે. આ રાશિઓને ભાગ્યના સહયોગથી સારા સમાચાર મળશે અને આર્થિક પ્રગતિ શક્ય છે.
મેષ (અ,લ,ઈ)
મેષ રાશિના લોકોમાં આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમને મહેનતનું ફળ મળશે. વ્યવસાયિક સ્થિતિ મજબૂત થશે. પરિવારમાં ખુશી આવશે. આર્થિક લાભના સંકેતો છે. વ્યવસાય કરનારાઓને નવા સોદાઓથી લાભ મળી શકે છે.
મિથુન (ક,છ,ઘ)
શુક્રનું ગોચર મિથુન રાશિના લોકો માટે અનુકૂળ રહેવાનું છે. આ સમયે તમારા ભૌતિક સુખોમાં વધારો થઈ શકે છે. તમને ભાગ્યનો ટેકો મળશે. તમને અટકેલા કામમાં સફળતા મળી શકે છે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. હિંમત ફળશે. તમને તમારા પ્રિયજનોનો સહયોગ મળશે.
વૃશ્ચિક (ન,ય)
શુક્રનું ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે, તમને જમીન, મિલકત અને વાહન ખરીદવાની તક મળશે. તમે તમારા કામમાં સારું પ્રદર્શન કરી શકો છો. તમને કમાણી કરવાની સારી તકો મળશે. તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી શૈલીમાં સુધારો થશે.
કુંભ (ગ,શ,સ,ષ)
કુંભ રાશિના લોકો માટે મંગળનું ગોચર અનુકૂળ રહેવાનું છે. આ સમયે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનની સાથે તમને આવકમાં વધારો પણ મળી શકે છે. સદભાગ્યે કેટલાક કામ પૂર્ણ થશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિને મળી શકો છો.
આ પણ વાંચોઃ Chandra Grahan 2025: કઈ રાશિમાં લાગશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો તેના પ્રભાવ











