NEET UG પરીક્ષા બાદ ભારતમાં ટેલિગ્રામ પરથી પ્રતિબંધ હટ્યો, મેસેજ એડિટિંગ ફીચર હજુ પણ બંધ
Telegram Unblocked India: NEET UG પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે લીધેલા સાવચેતીના પગલાના ભાગરૂપે મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને સમગ્ર ભારતમાં અસ્થાયી રૂપે બ્લોક કરી દીધું હતું. હવે આ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ ટેલિગ્રામ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી ઉપલબ્ધ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ખાસ વિનંતીને પગલે કેન્દ્ર સરકારે 16 જૂન 2026 થી 22 જૂન 2026 સુધી ટેલિગ્રામ પર આ અસ્થાયી પ્રતિબંધ લાદ્યો હતો. રાહતની વાત એ છે કે આ વખતે પુનઃપરીક્ષા દરમિયાન પેપર લીક થવાનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી.
પેપર લીક અને છેતરપિંડી રોકવા માટે લેવાયો હતો કડક નિર્ણય
NEET 2026 ના પ્રશ્નપત્રો અને પરીક્ષા સંબંધિત અન્ય સામગ્રીઓ લીક થવાના ગંભીર આરોપો બાદ સરકાર એક્શન મોડમાં આવી હતી. અહેવાલ મુજબ, ટેલિગ્રામ પ્લેટફોર્મ નકલી NEET પેપર્સ, ગેરમાર્ગે દોરનારી અફવાઓ અને પરીક્ષા પ્રક્રિયાને નુકસાન પહોંચાડતી છેતરપિંડીભરી પ્રવૃત્તિઓનો ફેલાવો રોકવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે આ કડક પગલું ભરવું પડ્યું હતું. જોકે, ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ (CEO) પાવેલ દુરોવે ભારત સરકારના આ એક અઠવાડિયાના પ્રતિબંધના નિર્ણયની આકરી ટીકા કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટેલિગ્રામનું મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ
સરકારી અધિકારીઓએ બ્લોક કરતા પહેલા 3 જૂનના રોજ ટેલિગ્રામના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ એપ પ્લે સ્ટોર પર પાછી આવી ગઈ હોવા છતાં, તેનું મહત્વનું ‘મેસેજ-એડિટિંગ’ ફીચર હાલમાં કામ નહીં કરે. સરકારે ટેલિગ્રામને 30 જૂન સુધી આ સુવિધા અક્ષમ રાખવાનો કડક નિર્દેશ આપ્યો છે, જેથી અગાઉ મોકલેલા મેસેજમાં કોઈ ફેરફાર કરીને પુરાવાઓ સાથે છેડછાડ ન કરી શકાય.
આ પણ વાંચો: ટાટાની સિસ્ટમ પર સાયબર એટેક, Apple અને Teslaના મહત્વપુર્ણ ફાઈલ્સ થઈ લીક










