
Tehri Garhwal: ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં, એક વાહન ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ, વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી છે અને ઘાયલોની તબીબી સારવાર માટે નિર્દેશો જાહેર કર્યા છે.
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં આજે બપોરે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. ચંબા-કોટી રોડ પર, એક વાહન 300 મીટર ઊંડી ખીણમાં ખાબક્યું હતું. અકસ્માતમાં આઠ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ. SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. હાલમાં SDRF ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ખીણની ઊંડાઈ ખૂબ જ વધારે હોવાથી SDRF કર્મચારીઓને અકસ્માત સ્થળ સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ દુ:ખદ અકસ્માત ચંબા પ્રદેશના નેઇલ-કોટી કોલોની રોડ પર થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, એક બોલેરો કેમ્પર વાહન ઋષિકેશથી ઘંસાલી તરફ જઈ રહ્યું હતું. ચંબા-કોટી રૂટ પર નેઇલ નજીક કેમ્પર અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને ખીણમાં ખાબકી ગયું. કેમ્પરમાં આશરે 9 થી 10 લોકો સવાર હતા. જેમાંથી આઠ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે બે વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
ટિહરીના DMએ અકસ્માતની જાણકારી આપી
ઘાયલોને બૌરારીની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. ટિહરીના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી બ્રિજેશ ભટ્ટે અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે. ટિહરીના જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિકા ખંડેલવાલે જણાવ્યું હતું કે એક વાહન ખીણમાં પડી ગયું હતું. અત્યાર સુધીમાં આઠ મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસ, વહીવટીતંત્ર અને SDRFની ટીમો હાલમાં સ્થળ પર બચાવ કામગીરી કરી રહી છે.
जनपद टिहरी गढ़वाल के चंबा क्षेत्र अंतर्गत नैल-कोटी कॉलोनी मार्ग पर वाहन के दुर्घटनाग्रस्त होने का अत्यंत दु:खद समाचार प्राप्त हुआ।
ईश्वर से प्रार्थना है कि दुर्घटना में दिवंगत हुए लोगों की आत्मा को श्रीचरणों में स्थान एवं शोक संतप्त परिजनों को यह असीम कष्ट सहन करने की शक्ति…
— Pushkar Singh Dhami (@pushkardhami) April 23, 2026
CM ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
આ દરમિયાન, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ અકસ્માત અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ‘X’ પર લખ્યું: “મને તેહરી ગઢવાલ જિલ્લાના ચંબા વિસ્તારમાં આવેલા નેઇલ-કોટી કોલોની રોડ પર વાહન અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. મેં જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું બાબા કેદારને પ્રાર્થના કરું છું.”
આ પણ વાંચો: 2027માં યોગી જ રહેશે ભાજપનો ચહેરો, નિતિન નવીનનું મોટું નિવેદન












