દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, બસમાં આગ લાગતા 6નાં મોત, 17 ઘાયલ

Accident on Delhi-Mumbai Expressway: રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મંગળવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હરિદ્વારથી ઇન્દોર જઈ રહેલી એક મુસાફર બસ ટ્રક સાથે અથડાતા બસમાં આગ લાગી હતી. આ ગંભીર દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.
માહિતી મુજબ આ અકસ્માત કોલાવા પોલીસ સ્ટેશન વિસ્તારના દ્વારપુરા ગામ નજીક થયો હતો. બસમાં કુલ 39 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના મુસાફરો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બસમાં આગ ભભૂકી ઊઠી હતી અને અનેક મુસાફરો આગમાં દાઝી ગયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્થાનિક લોકો અને બચાવ દળે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પ્રશાસન દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો
ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રશાસન દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ સીધી દૌસા જિલ્લા હોસ્પિટલ સુધી પહોંચી શકી હતી. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
આ અકસ્માતના કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી. પોલીસે સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિકને ડાયવર્ટ કરીને રાહત અને બચાવ કામગીરી માટે માર્ગ ખાલી કરાવ્યો હતો.
પ્રશાસન હાલમાં મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે અને તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : જુલાઈ 2026 : આ લોકો માટે રહેશે ભાગ્યશાળી મહિનો, ધન-કરિયર અને સફળતાના યોગ












