IND vs BAN: રિન્કૂ સિંહની ટીમ ઈંડિયામાં એન્ટ્રી, બુમરાહને આરામ, બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમમાં થઈ શકે છે મોટા ફેરફાર

દુબઈ, 23 સપ્ટેમ્બર 2025: એશિયા કપ 2025માં ટીમ ઈંડિયા માટે હાલમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમનો વિજય રથ ચાલું છે. સુપર 4 રાઉન્ડની શરુઆત પણ સૂર્યા એન્ડ કંપનીએ પાકિસ્તાનને 6 રને હરાવીને કરી છે. ટીમ ઈંડિયાની આગામી મેચ બાંગ્લાદેશ સાથે થવાની છે. આ મેચમાં ટીમ ઈંડિયાની પ્લેઈંગ 11માં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
રિન્કૂ સિંહને ફાઈનલ 11માં મોકો મળી શકે છે. તો વળી આ જોવાનું રસપ્રદ રહેશે કે જસપ્રીત બુમરાહને ટીમ મેનેજમેન્ટ આરામ આપીને અર્શદીપ સિંહને ચાન્સ આપે છે કે નહીં. બુમરાહનું પ્રદર્શન પાછલી મેચમાં કંઈ ખાસ નહોતું રહ્યું તેણે 4 ઓવરમાં 45 રન આપી દીધા હતા.
ટીમ ઈંડિયાની પ્લેઈંગ 11માં થશે ફેરફાર
બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈંડિયાની પ્લેઈંગ 11માં રિન્કૂ સિંહને મોકો મળી શકે છે. રિન્કૂને હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં પોતાનો દમ દેખાડવાનો મોકો મળ્યો નથી. અક્ષર પટેલ રિન્કૂ માટે જગ્યા બનાવતો જોવા મળી શકે છે. અક્ષર પાસે સૂર્યાએ પાછલી મેચમાં એક ઓવર કરાવી હતી. આવા સમયે ટીમ મેનેજમેન્ટ ફિનિશર રિન્કૂને અજમાવવાનું વિચારી શકે છે.
તો વળી જસપ્રીત બુમરાહને બાંગ્લાદેશ વિરુદ્ધ આરામ આપી શકે છે. બુમરાહનું પ્રદર્શન પાછલી મેચમાં કંઈ ખાસ નહોતું રહ્યું. જો જસ્સીને રેસ્ટ આપવામાં આવે છે, તો તેની જગ્યાએ અર્શદીપ સિંહને મોકો મળી શકે છે. અર્શદીપને આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક મેચ ઓમાન વિરુદ્ધ રમી છે.
કેવો છે હેડ ટૂ હેડ રેકોર્ડ
એશિયા કપના ઈતિહાસમાં ભારત અને બાંગ્લાદેશની ટક્કર અત્યાર સુધીમાં 15 વાર થઈ ચુકી છે. તેમાં 13 મેચોમાં જીત ટીમ ઈંડિયાની થઈ છે. તો વળી બાંગ્લાદેશે ખાલી 2 મેચ જીતી છે. જો કે બાંગ્લાદેશની ટીમને ઉલટફેર કરવા માટે ઓળખાય છે. આ જ કારણ છે કે સૂર્યા એન્ડ કંપની બાંગ્લા ટાઈગર્સથી સતર્ક રહેવું પડશે.
IND vs BAN સંભવિત પ્લેઈંગ 11
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ/રિંકુ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ/અર્શદીપ સિંહ
આ પણ વાંચો: વિમાનના પૈડા પાસે બેસીને કાબુલથી 13 વર્ષનો છોકરો દિલ્હી આવી ગયો, જીવતો જોઈ ડોક્ટર્સ પણ ચોંકી ગયા












