ટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગઃ પોલીસકર્મી ફારૂક અહેમદ મીરનું અપહરણ કરીને હત્યા

નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના સબ ઈન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીરને ગોળી મારીને હત્યા કરી નાખી છે અને તેનો મૃતદેહ ઘર પાસેના ડાંગરના ખેતરમાંથી મળી આવ્યો હતો.

આ ઘટના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પમ્પોર વિસ્તારમાં બની હતી. સબ ઈન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીર ગઈકાલે સાંજે ઘરેથી ખેતર જવા નીકળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન આતંકીઓ તેનું અપહરણ કરીને નજીકના ખેતરમાં લઈ ગયા અને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેને પિસ્તોલથી ગોળી મારવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Back to top button