ટ્રેન્ડિંગનેશનલમીડિયા
તાહિર હુસૈન દોષિત જાહેર, અંકિત શર્મા હત્યા કેસમાં છ આરોપીઓ નિર્દોષ છૂટ્યા

Tahir Hussain Convicted : કોર્ટે પાંચેય આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 149 (ગેરકાયદેસર ટોળાનો ગુનો), 148 (ઘાતક હથિયાર સાથે રમખાણ), 147 (રમખાણ), 188 (સરકારી આદેશનો ભંગ) અને 365 (અપહરણ) હેઠળ દોષિત જાહેર કર્યા છે. સજાની જાહેરાત અંગે કોર્ટ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અલગથી નિર્ણય કરશે.
ચુકાદા બાદ તાહિર હુસૈન ભાવુક બન્યા
ચુકાદો સંભળાયા બાદ તાહિર હુસૈન કોર્ટરૂમમાં ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું કે, “હું બેકસૂર છું, મારી સાથે ન્યાય થયો નથી.”
છ આરોપીઓને કેમ મળી રાહત?
કોર્ટે મુન્તઝિર ઉર્ફે મૂસા, શોએબ આલમ, હસીન, સમીર, ગુલફામ અને ફિરોઝને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે જણાવ્યું કે તેમની વિરુદ્ધ પૂરતા અને વિશ્વસનીય પુરાવા રજૂ ન થતાં તેમને દોષિત ઠેરવી શકાય નહીં.












