મનોરંજન

બોક્સ ઓફિસ પર ‘પૂજા’નો જાદુ,ત્રીજા દિવસે ફિલ્મ ડ્રીમ ગર્લ 2ની શાનદાર કમાણી

Text To Speech

ડ્રીમ ગર્લ 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લ 2 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જે લોકોને પસંદ આવી રહી છે. આ દિવસોમાં ગદર 2 અને OMG 2 જેવી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં ચાલી રહી છે. બંને ફિલ્મો વચ્ચે પણ ડ્રીમ ગર્લ 2 સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ પહેલા દિવસથી સારો બિઝનેસ કરી રહી છે. રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે.

Dream Girl 2 Movie Review: This comic caper struggles to recapture the  original quirky charm

ત્રીજા દિવસે ફિલ્મ ડ્રીમ ગર્લ 2ની શાનદાર કમાણી

ફિલ્મે ઓપનિંગ ડે એટલે કે શુક્રવારે 10.69 કરોડનો બિઝનેસ કર્યો હતો. પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે કમાણીના આંકડામાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે ફિલ્મે 14.02 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે પણ, ડ્રીમ ગર્લ 2 નો જાદુ બોક્સ ઓફિસ પર કામ કરી ગયો છે અને આ ફિલ્મે શરૂઆતના બંને દિવસોની સરખામણીમાં રવિવારે વધુ સારો બિઝનેસ કર્યો છે.ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2019માં રિલીઝ થયો હતો.

લોકોને તે ભાગ ઘણો પસંદ આવ્યો, ત્યાર બાદ હવે મેકર્સ ડ્રીમ ગર્લ 2 લઈને આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડ્રીમ ગર્લ 2 એ ત્રણ દિવસમાં 40.71 કરોડની કમાણી કરી લીધી છે.ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર 142.26 કરોડનો બિઝનેસ કર્યો હતો. નુસરત ભરૂચા તેની વિરુદ્ધ ફિલ્મમાં જોવા મળી હતી. જોકે નુસરત ડ્રીમ ગર્લ 2નો ભાગ નથી. આ વખતે તેની સામે અનન્યા પાંડે જોવા મળી છે. આયુષ્માનની અનન્યાની સાથે આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ તેના પહેલા ભાગને પાછળ છોડી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : ઉર્ફી જાવેદે ગિલ્લી ડંડા રમતા પોસ્ટ કરી આવી તસવીર, ચાહકોએ કહ્યું- ‘જો તમારી પાસે કપડાં ન હોય તો…’

Back to top button