ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

શું તમારી પાસે મતદાન સ્લિપ નથી ? આ બે વિકલ્પથી મેળવો તરત જ

ગાંધીનગર, 5 મે : દેશમાં હાલ લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટા-ચૂંટણીઓ ચાલી રહી છે. તેવામાં ગુજરાતમાં 7 મી મે 2024 ના રોજ મતદાન થશે. જેમાં રાજ્યના નાગરિક તરીકે દરેકે અવશ્ય મતદાન કરવું જોઈએ. જો તમને 18 વર્ષ થઈ ચૂક્યા છે તો તમારા માટે આ આર્ટિકલ ખૂબ જ ઉપયોગી છે. તમારે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં ? તમને તમારી વોટર સ્લિપ(Voter Slip) કેવી રીતે મેળવી શકાય છે? મતદાન કાપલી મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા વોટર સ્લીપને ઓનલાઈન ડાઉનલોડ કરવાની સરળ રીત જણાવીશું.

રાષ્ટ્રના નાગરિક તરીકે તમારે અવશ્ય મતદાન કરવું જોઈએ. ચૂંટણીએ લોકશાહીનો તહેવાર છે. આ રાષ્ટ્રીય પર્વમાં તમારે અવશ્ય ભાગીદાર થવું જોઈએ. તમારે મતદાન કરવા માટે ક્યાં જવું? ક્યાં સ્થળે જવું? વગેરે માહિતીની જરૂર પડશે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા Voter Slip Download કરવાની સુવિધા પોતાની ઓફિશિયલ વેબસાઈટ https://electoralsearch.eci.gov.in/ પર આપેલી છે. નાગરિકો જાતે પણ Download કરી શકશે.

કેવી રીતે વોટર સ્લિપ ડાઉનલોડ કરી શકાય?

દેશના નાગરિક દ્વારા પોતાની વોટર સ્લિપ જાતે પણ ડાઉનલોડ કરી શકે છે. તેની માટે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જેમાં વોટર લિસ્ટમાં નામ સર્ચ કરવા અને વોટર સ્લિપ ડાઉનલોડ કરવાની પ્રોસેસને એકદમ સરળ બનાવી દીધી છે. આ વોટર સ્લિપ દ્વારા પોલિંગ બૂથ, તારીખ અને લોકેશન જેવી તમામ વિગતોની સાથે વોટર સ્લિપ મેળવી શકાશે. જે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. અહીં તમારું નામ સર્ચ કરવા અને વોટર સ્લિપ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ આપેલી છે.

  • સૌપ્રથમ Google Search માં જઈને “Voter ECI” ટાઇપ કરવાનું રહેશે
  • હવે તમે Home Page પર જાઓ.
  • હોમ પેજ પર “Search in Electoral Roll” નામના મેનુ પર ક્લિક કરો.
  • હવે તમે Electoral Search નામની બીજી એક અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમે તમારી વોટર સ્લિપ ત્રણ રીતે મેળવી શકો છો.
  • જેમાં 1. Search by EPIC, 2. Search by Details અને 3. Search by Mobile રીતથી મેળવી શકશો.
  • જો તમે Seach by EPIC દ્વારા મેળવવા માંગતા હોવ તો તેના પર ક્લિક કરો.
  • હવે તમે EPIC Number અને રાજ્ય પસંદ કરો.
  • ત્યારબાદ Captcha Code દાખલ કરીને “Search” પર ક્લિક કરો.
  • એક નવા ટેબમાં તમારી વોટર સ્લિપની માહિતી ખૂલશે.
  • છેલ્લે, તમે Print Voter Information પર ક્લિક કરીને Download કરી શકશો.

શું છે બીજો વિકલ્પ ?

વોટર આઈડી સ્લિપ મેળવવાનો બીજો વિકલ્પ સૌથી સરળ છે. જે લોકો ઈન્ટરનેટનો વપરાશ નથી કરતા અને મોબાઈલનો ઉપયોગ કરે છે તેમના માટે બીજો વિકલ્પ શ્રેષ્ઠ છે. જેમાં મોબાઈલ ધારકે મોબાઈલના મેસેજ એપ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ ત્યાં ECI (space રાખીને) તમારા વોટર આઈડી કાર્ડના નંબર લખવાના રહેશે અને આ મેસેજને 1950 ઉપર મોકલી આપવાનો રહેશે જે બાદ તમને 15 સેકન્ડમાં જ વોટર સ્લિપ મળી જશે.

Back to top button