ટ્રેન્ડિંગમનોરંજન

ઈશા અંબાણી પુત્રી આદિયાને ઊંચકીને ડાન્સ કરતી જોવા મળી, મા-દીકરીનો video થયો વાયરલ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 5 મે : અંબાણી પરિવાર દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. પછી તે તેમના વ્યવસાયિક સાહસો વિશે હોય કે તેમની અપાર સંપત્તિ વિશે, અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. જો કે આ સમયે અંબાણી પરિવારની લાડલી દીકરી ઈશા અંબાણી સમાચારમાં છે. ઈશા અંબાણી દરરોજ કોઈને કોઈ ઈવેન્ટ અથવા ફંક્શનમાં જોવા મળતી રહે છે, જ્યાં તે પોતાના લુકથી લોકોનું દિલ જીતી લે છે. પરંતુ આ વખતે ઈશા તેના લુકના કારણે નહીં પરંતુ તેના એક ડાન્સ વીડિયોના કારણે ચર્ચામાં છે.

ઈશા તેની દીકરીને ખોળામાં લઈને ડાન્સ કરતી જોવા મળી હતી

ઈશા અંબાણીની એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની દીકરી આદિયાને ખોળામાં લઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ઈશા અને આદિયા સાથે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, ઈશા મલ્ટી-કલર પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળે છે, જ્યારે નાની આદિયા બ્લેક કલરની શોર્ટ હૂડીમાં એકદમ ક્યૂટ લાગી રહી હતી. ઈશાનો તેની પુત્રી સાથેનો આ વીડિયો અંબાણીના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મા-દીકરીનો આ ક્યૂટ વીડિયો જામનગરમાં આયોજિત અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીનો છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

ઈશા વિશે

ઈશા અંબાણીએ વર્ષ 2018માં આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એન્ટિલિયામાં ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણીએ પોતાની દીકરીના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો જેની ચર્ચા આજ સુધી થાય છે. લગ્નના 4 વર્ષ બાદ ઈશાએ 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમની પુત્રીનું નામ આદિયા અને પુત્રનું નામ કૃષ્ણા છે. જોકે બે બાળકોની માતા હોવા છતાં ઈશાએ પોતાની જાતને સારી રીતે જાળવી રાખી છે.

આ પણ વાંચો :ફેશન જગતમાં છવાયો શોક: ઇક્વાડોરની ફેમસ મોડલની રેસ્ટોરન્ટમાં હત્યા

Back to top button