ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સલમાન હાઉસ ફાયરિંગ કેસમાં આરોપીની આત્મહત્યા કે સાજિશ? આરોપીનો પરિવાર પહોંચ્યો હાઈકોર્ટ

Text To Speech
  • અનુજ થાપનના પરિવારજનોએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો
  • હાઈકોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

મુંબઈ, 2મે 2024, સલમાન ખાનના હાઉસ પર થયેલા હુમલામાં મુંબઈ પોલીસનું કહેવું છે કે આત્મહત્યાના પ્રયાસ બાદ આરોપી અનુજ થાપનનું કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. પોલીસના આ નિવેદન પર આરોપીના પરિવારજનોનું મોટું નિવેદન સામે આવ્યું છે. પરિવારજનોએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

પરિવારે હાઈકોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી 
મૃતક અનુજ થાપનના પરિવારે હાઈકોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહીં મૃતકના પરિવારે આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. થાપનના પરિવારજનો અને વકીલોનો આરોપ છે કે તે આત્મહત્યા નથી, પરંતુ અનુજના મૃત્યુ પાછળ કોઈ કાવતરું છે, જેની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. પરિવારજનોએ કહ્યું હતું કે અનુજનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ થવી જોઈએ.

શું છે સમગ્ર મામલો?
14 એપ્રિલે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ફાયરિંગમાં અનુજ થાપન એ જ આરોપીઓને હથિયાર પૂરા પાડ્યા હતા. થોડા દિવસ પહેલા આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. અનુજના પરિવારે તેમના પુત્રના મૃત્યુ પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અનુજનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ થવી જોઈએ.

મૃતક આરોપીના ભાઈએ કરી ન્યાયની માંગ
મૃતક આરોપીના ભાઈ અભિષેક થાપને કહ્યું કે અનુજ આત્મહત્યા કરી શકે એવો નહીં. તેણે ‘ન્યાય’ની માંગણી કરી હતી. મુંબઈ પોલીસે અનુજને 6-7 દિવસ પહેલા સંગરુરથી ઝડપી લીધો હતો. 1 મે અમને ફોન આવ્યો અને જણાવ્યું કે અનુજે આત્મહત્યા કરી લીધી છે. તે એવો ન હતો કે જે આપઘાત કરે. પોલીસે તેની હત્યા કરી નાખી છે. અમને ન્યાય જોઈએ છે. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો..સોનાલી બેન્દ્રેઃ એ સમયે બધું બોલિવૂડની એક ચોક્કસ ટોળકીના હાથમાં હતું, અમે નિઃસહાય હતા

Back to top button