ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બીગ બી અને થાલા 33 વર્ષ પછી ફરીવાર ફિલ્મ વેટ્ટીયનમાં સાથે જોવા મળશે

  • મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મિડીયા પર આ વિશે આપી માહિતી 
  • ફિલ્મ વેટ્ટીયનના સેટ પર બંનેનો ગળે લગાવતો ફોટો શેર કરીને રજની અન્નાના કર્યા વખાણ
  • 33 વર્ષ પહેલા ફિલ્મ ‘હમ’માં બંને મેગાસ્ટાર પહેલીવાર સાથે જોવા મળ્યા હતા

HD ન્યૂઝ ડેસ્ક, 4 મે: અમિતાભ બચ્ચન અને રજનીકાંત 33 વર્ષ પછી ફરીવાર એકસાથે એક ફિલ્મમાં કામ કરશે. અમિતાભ બચ્ચન અને રજનીકાંત બંને દિગ્ગજ અભિનેતા છે. તેમની ફેન ફોલોઈંગ માત્ર દેશ જ નહીં પણ વિદેશોમાં વિશાળ સંખ્યામાં છે. બંને અભિનેતા તેમની ફિલ્મોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. હવે બંને કલાકારો ટૂંક સમયમાં ફિલ્મ વેટ્ટિયનમાં સાથે જોવા મળશે. આ માટે બંને અભિનેતાએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. બંને દિગ્ગજ કલાકારોની ફિલ્મના સેટ પરના જે ફોટા બહાર આવ્યા છે તે જોઈને તેમના ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે.

બીગ બીએ પોસ્ટ શેર કરીને આપી માહિતી

રજનીકાંત અને અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના મહાન કલાકારોમાંના એક છે. તાજેતરમાં, અમિતાભ બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં, બીગ બી થાલાને ગલે લગાવતા જોવા મળી રહ્યા છે . આ જોડી ફરીથી મોટા પડદા પર સાથે જોવા મળશે. બિગ બીએ ફોટોની સાથે કેપ્શન લખ્યું છે કે, ‘થાલા ધ ગ્રેટ રજની સાથે ફરી જોડાઈને હું સન્માનિત અને ગર્વ અનુભવું છું. તેઓ બિલકુલ બદલાયા નથી. તેઓ સરળ, નમ્ર અને એકદમ ડાઉન ટુ અર્થ છે.

ફિલ્મ વેટ્ટીયનનો સેટનો ફોટો શેર કર્યો બીગ બીએ

ઉલ્લેખનીય છે કે રજની અન્ના અને અમિતાભની ફિલ્મ ‘વેટ્ટીયન’ લાયકા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મની નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર જાણકારી શેર કરી હતી. આ સિવાય સેટ પરથી અમિતાભ બચ્ચન અને રજનીકાંતના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે, જેમાં બંને સ્ટાર્સ કોટ અને પેન્ટ પહેરેલા જોવા મળે છે. બંનેનો આ ફોટો હાલમાં ખુબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને તેમના ચાહકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

બંને મહાન કલાકારોએ 1991માં પહેલીવાર સાથે કામ કર્યું હતું

આ પહેલા અમિતાભ બચ્ચન અને રજનીકાંત 1991માં આવેલી ફિલ્મ હમમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન મુકુલ એસ આનંદે કર્યું હતું. ફિલ્મમાં ગોવિંદા, મુકુલ એસ આનંદ, અનુપમ ખેર, કાદર ખાન, ડેની ડેન્ઝોંગપા, શિલ્પા શિરોડકર અને દીપા સાહી પણ જોવા મળ્યાં હતાં. બીગ બી આ ફિલ્મ સિવાય કલ્કી 2898 એડી પણ કરી રહ્યા છે જેનો એક ટીઝર પણ રીલીઝ થયું છે જેમાં તેઓ અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે રજનીકાંતની લાલ સલામ ફિલ્મ છેલ્લે રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી કરાયા સન્માનિત

Back to top button