ટ્રેન્ડિંગવર્લ્ડ

એરપોર્ટ પર શખ્સ કરી રહ્યો હતો અજીબોગરીબ હરકત, પેન્ટ ખોલતા જ નીકળ્યા સાપ

Text To Speech

ફ્લોરિડા (અમેરિકા), 05 મે 2024: એરપોર્ટ દ્વારા ઘણી વસ્તુઓની દાણચોરી થાય છે. લોકો સોનું, ચાંદી, હીરા અને રત્નો જેવી વસ્તુઓ છૂપાવીને લઈ જાય છે. પરંતુ એક વ્યક્તિએ ગજબ કરી નાખ્યું. તેણે પોતાના પેન્ટના ખિસ્સામાં એવી વસ્તુ છુપાવી દીધી, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. જોકે, તે પ્લેનમાં ચડતાની સાથે જ પકડાઈ ગયો હતો અને હવે પોલીસે તપાસ કરતાં તેની પાસેથી સાપ મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, અમેરિકામાં રહેતો એક શખ્સ ઉડાન ભરીને મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો.

શખ્સે પેન્ટની અંદર સાપ છૂપાવીને રાખ્યા

મિયામી એરપોર્ટ પર બહાર નીકળતી વખતે શખ્સ અજીબોગરીબ હરકત કરી રહ્યો હતો. તેના પેન્ટમાં કંઈક અજુગતું થઈ રહ્યું હતું. જ્યારે પોલીસ અધિકારીઓને શંકા ગઈ તો તેઓએ તેનું પેન્ટ ખોલ્યું. જો કે, પેન્ટ ખોલતાંની સાથે પોલીસ અધિકારીઓ હક્કાબક્કા રહી ગયા. તેના પેન્ટની અંદરથી બે સાપ નીકળ્યા. તેણે પેન્ટની અંદર એક બેગમાં આ સાપ છૂપાવીને રાખ્યા હતા. ગોગલ બેગમાં એવી રીતે રાખ્યા હતા કે લોકોને તેની ખબર ન પડે. આ જોઈને સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી હતી.

દાણચોરીની ઘટના સામે આવતા પોલીસે ધરપકડ કરી

યુએસ ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ 26 એપ્રિલે એક ચેકપોઇન્ટ પર પ્રવાસીના પેન્ટમાં સાપથી ભરેલી બેગ શોધી કાઢી હતી. માહિતીની સાથે અધિકારીઓએ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં વ્યક્તિએ તેના પેન્ટની અંદર છુપાવેલી બેગમાંથી સફેદ રંગના બે નાના સાપ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સાપને ફ્લોરિડા વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનને સોંપવામાં આવ્યા છે. જ્યારે વ્યક્તિની આગોતરી પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાઉડર જોતા જ પોલીસ ચોંકીઃ દુબઈથી સોનાની દાણચોરી કરતા પાંચ આરોપી ઝડપાયા

Back to top button