ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs PAK મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ખાસ પૂજા, મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો

T20 વર્લ્ડ કપ 2026 ની 27મી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. ઓન પેપર ભારત ગમે તેટલું મજબૂત હોય, પરંતુ જ્યારે પણ પાકિસ્તાન સામે મેચ હોય છે, ત્યારે ખેલાડીઓ દબાણમાં હોય છે. આ એક પ્રતિષ્ઠાની જંગ જેવુ હોય છે, જેને બંને દેશો જીતવા માંગે છે. આ મેચ માટે માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયાની જીત માટે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં એક ખાસ પૂજા કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આજે સાંજે 7 વાગ્યે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે શરૂ થશે. જેમ જેમ મેચ નજીક આવી રહી છે તેમ તેમ દર્શકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. હંમેશા એવો ડર રહે છે કે ભારત આ મેચ હારી શકે છે. એટલા માટે આ મેચ પહેલા, ભારતની જીત માટે પ્રાર્થના કરવા માટે વિવિધ સ્થળોએ હવન અને પૂજા કરવામાં આવે છે. આજે, ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પાકિસ્તાન સામે ભારતની જીત માટે એક ખાસ પૂજા કરવામાં આવી હતી. ભક્તોએ શિવલિંગ પાસે ટીમ ઈન્ડિયાના પોસ્ટરો સાથે પૂજા કરી અને ભારતની જીત માટે પ્રાર્થના કરી.

આજે શિવરાત્રી પણ છે, અને આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આવી રહ્યા છે. ANI દ્વારા શેર કરાયેલા વિડીયોમાં જોવા મળ્યું કે ભારતની જીત માટે ખાસ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવ્યો.

ANI સાથે વાત કરતા, એક ભક્તે કહ્યું, “આજે મહાશિવરાત્રી છે અને ભારત Vs પાકિસ્તાન મેચ પણ છે. અમે ટીમ ઈન્ડિયાની જીત માટે બાબા મહાકાલને પ્રાર્થના કરી છે.”

આ પણ વાંચો: ધોનીએ જાતે કપ્તાની છોડી નહીં, પણ છોડાવવામાં આવી: 9 વર્ષ પછી પૂર્વ સિલેક્ટરે ખૂલાસો કર્યો

Back to top button