અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ મેલીવિદ્યા કરીને પરેશાન કરવાની શંકાથી સગા મામાની દીકરાની હત્યા નીપજાવી

અમદાવાદ 09 જુલાઈ 2024 : અમદાવાદ શહેરના શાહપુર રેઢીયાવાળી વિસ્તારમાં 9 જુલાઈની રાત્રે 12:30 વાગે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ફઈના દીકરાએ સગા મામાના દીકરાની તંત્ર મંત્ર જાદુ ટોના કરીને પરેશાન કરવાની શંકાથી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. જે ઘટનાની જાણ પોલીસને થતા ઝોન 2 નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સગા મામાનાં દીકરાની છરા ઝીંકી હત્યા કરી

અમદાવાદ શહેર ઝોન 2 સી ડિવિઝન ACP અમી પટેલ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવે છે કે 9 જુલાઈની રાત્રે આશરે 12:30 વાગે શાહપુર પોલીસ સ્ટેશનના રંગીલા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ત્રણ બંગ્લા રેટીયાવાડીમાં મોહમદ સલીમ મોહમદયુસુફ શેખ નામના આરોપીએ તેના સગા મામાના દીકરાની અંધશ્રદ્ધાથી વારંવાર પરેશાન કરતા હોવાની શંકાથી રાત્રે નીંદરની વેળાએ પોતાની પાસે રહેલા છરાથી ઘા ઝીંકી હત્યા કરી હતી. જે બાદ પીડિતની પત્નીએ આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાની પત્નીએ ફરિયાદ નોંધાવી

આરોપીને તંત્ર મંત્ર જાદુ ટોના કરીને તેના મામાનો દીકરો પરેશાન કરતો હતો તેવું પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસની તપાસમાં હાલ એવું કારણ સામે નથી આવી રહ્યું જોકે આ મામલે યોગ્ય તપાસ કરી ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે સમિતિઓની કરાઈ રચના

Back to top button