ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાની નબળી કડી બન્યો સુર્યકુમાર, 2025 માં એક પણ રન નહીં

Suryakumar Yadav: કોઈપણ ટીમના કેપ્ટનની જવાબદારી હોય છે કે તે ખુબ રન બનાવે અને આગળ વધીને ટીમને લીડ કરે. પરંતુ ભારતીય T20 કેપ્ટન સુર્યકુમાર યાદવ સાથે વિપરીત થઈ રહ્યું છે, જેણે 2025 માં એક પણ રન બનાવ્યો નથી. સ્કોરિંગની વાત તો ભૂલી જાઓ, તે ક્રીઝ પર ટકી રહેવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. તેણે ઘણી વખત પોતાનો બેટિંગ ક્રમ બદલ્યો છે. ત્યારથી તેનું ફોર્મ નીચે ગયું છે, અને ત્યારથી આ સ્ટાર બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે ટીમની નબળી કડી સાબિત થઈ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I માં સૂર્યા નિષ્ફળ ગયો

સુર્યકુમાર યાદવે તેની કારકિર્દીની શરૂઆતમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું અને ટીમ માટે મેચ વિનર તરીકે ઉભરી આવ્યો. તેની ક્ષમતાએ તેને કેપ્ટનશીપ અપાવી. પરંતુ હવે, તેનું ખરાબ ફોર્મ ટીમને મોંઘુ પડી રહ્યું છે. સાઉથ આફ્રિકા સામેની બીજી T20I માં, તેણે શરૂઆતમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવાનો ઇનકાર કર્યો અને અક્ષર પટેલને મેદાનમાં મોકલ્યો. ત્યારબાદ તે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો અને કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. તેણે ચાર બોલમાં ફક્ત પાંચ રન બનાવ્યા, પછી તણે માર્કો જેનસેનના બોલ પર ક્વિન્ટન ડી કોકને એક સરળ કેચ આપી દીધો.

2025 માં ખરાબ પ્રદર્શન

2025 માં ભારતીય ટીમ માટે સુર્યની સિઝન ખરાબ રહી, તેણે કુલ 19 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે ફક્ત 201 રન બનાવ્યા. નોંધપાત્ર વાત એ છે કે, તેણે એક અડધી સદી પણ ફટકારી ન હતી. આ સમયગાળા દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 47 રન હતો.

સુર્યએ ભારતીય ટીમ માટે ચાર સદી ફટકારી

સુર્યકુમાર યાદવે 2021 માં ભારતીય ક્રિકેટ ટીમ માટે T20I માં ડેબ્યુ કર્યું હતુ. ત્યારથી, તેણે ટીમ ઇન્ડિયા માટે 97 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 2771 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ટીમ ઈંડિયા માટે માથાનો દુખાવો બન્યો શુભમન ગિલ, વર્લ્ડ કપ પહેલા ટેન્શન વધ્યું

Back to top button