ગુજરાતટોપ ન્યૂઝ

સુરત : પાંડેસરા પોલીસમાં ગૂંજી કિલકારી : માવતર ત્યજી દેવાયેલી બાળકીના જવાબદારી સ્વીકારી

Gujarat News : સુરતમાં માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં સુરતનું પાંડેસરા પોલીસ સ્ટેશન એક પવિત્ર ઘરના આંગણું મંગલમય બની ગયું છે. જેમાં રસ્તા પર ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી માટે સુરત પોલીસે માવતરની ફરજ બજાવી છે. આ દરમ્યાન પાંડેસરા પોલીસ સ્ટેશનના પરિસરમાં બાળકીની છઠ્ઠી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. અને આ આ બાળકીનું નામ કશિશ રાખવામાં આવ્યું છે.

 

 

તરછોડાયેલી માસૂમ બાળકીના માવતર બન્યા પોલીસ

 

જેમાં થોડા દિવસ અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક તરછોડાયેલી માસૂમ બાળકી મળી આવી હતી. જે અંગે પાંડસરા પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને તેની પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા ત્યજી દેવાયેલી બિનવારસી માસૂમ બાળકીની માવતર બનીને જવાબદારી સ્વાકારવામાં આવી છે. ત્યારે સુરત પોલીસે પોતાના કાર્ય દ્વારા માનવતાની મહેક પ્રસરાવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

શાશ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે દિકરીનું નામ કશિશ રાખ્યું

 

આ દરમ્યાન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠી વિધિનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું હતું. અને ACP ઝવેર દેસાઈ અને PI કે.ડી.જાહેજા સહિતના તમામ કર્મચારીઓ પૂજામાં બેઠા હતા. આ દરમ્યાન શાશ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે દિકરીનું નામ કશિશ રાખવામાં આવ્યું હતું. ત્યારે પોલીસના આ સંવેદનશીલ અને માનવીય ચહેરાની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દાઝેલી સગીરાનું નિવેદન સામે આવતા હડકંપ, કાકા સામે ગંભીર આરોપો

Back to top button