ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં હેન્ડીક્રાફ્ટ ડે નિમિત્તે ભવ્ય પ્રદર્શન, મહિલાઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર પ્રતિસાદ

 સુરત: વિશ્વ હેન્ડીક્રાફ્ટ ડેની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સની મહિલા વિંગ અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે સુરતના સાયન્સ સેન્ટરના હોલમાં ભવ્ય હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દર્શનાબેન જરદોશ તેમજ અનારબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના કોર્પોરેટરો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્વરોજગાર સાથે જોડાયેલી મહિલાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી.

પ્રદર્શન દરમિયાન સ્થાનિક કારીગરો અને મહિલા હસ્તકલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ હેન્ડમેડ કૃતિઓ, પરંપરાગત હસ્તકલા, ઘર સજાવટની ચીજો અને સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક હસ્તકલાકારોને પ્રોત્સાહન આપવાનો, મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો તેમજ ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ‘વોકલ ફોર લોકલ’ના સંદેશ સાથે સ્વદેશી હસ્તકલાના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોના કાર્યને વધુ વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચોઃ નવા ટેક્સ બિલ પર નિર્મલા સીતારમણે આપ્યું નિવેદન, કહ્યું-UPI ચાર્જ માત્ર વેપારીઓ માટે છે, ગ્રાહકો માટે નહીં
Back to top button