સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા

Surat bjp youth leader jay dalal murder: સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરવામાં આવી છે.
મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો. સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રૂર હત્યા થઈ જતાં સમગ્ર ભાજપ રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત ભાજપ અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી છે. ધોળા દિવસે થયેલી આ હત્યાને પગલે સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સુરતની કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો: ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, કેટલીય ઈમારતો ધ્વસ્ત થઈ












