ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ, ઘરેલુ ગેસ મોંધો થયો, હોટેલ ઉદ્યોગ પર સંકટ

Commercial LPG Gas Cylinder Supply Stopped In Gujarat: ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ગેસ સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે, જેની અસરે ભારતમાં ગેસનો પુરવઠો ઘટ્યો છે. આ યુદ્ધ નજીકના સમસ્યામાં સમાપ્ત થવાની કોઇ શક્યતા દેખાતી નથી. દેશમાં ગેસનો પુરવઠો જળવાઇ રહે તેની માટે રાંધણગેસ સિલિન્ડરની સપ્લાય પર કડક નિયમો લાદવામાં આવ્યા છે. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત વધ્યા બાદ હવે કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓએ ગેસ એજન્સીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ કરવા આદેશ આપ્યો છે. એટલે કે હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય કરવામાં આવશે નહીં. ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના અહેવાલોથી હોટેલ રેસ્ટોરન્ટ માલિકોમાં ચિંતાનો માહોલ છે. જો ગેસ સિલિન્ડર નહીં થાય તો હોટેલ રેસ્ટોરન્ટ બંધ થવાની ચિંતા સતાવી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સામાન્ય જનતા મોંઘવારીની ઝપેટમાં આવી ગઈ છે. જેના કારણે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ગત 7 માર્ચે ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારી હતી. જેમા 14.2 કિલોગ્રામના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 60 રૂપિયા વધારી હતી. તો 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 115 રૂપિયા મોંઘો થયો હતો.

હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોના જણાવ્યા મુજબ, રસોઈ માટે મોટાભાગે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર આધાર રાખવામાં આવે છે. સપ્લાયમાં અછતને કારણે ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટો મેનુ મર્યાદિત કરવા અથવા તાત્કાલિક બંધ કરવાની સ્થિતિમાં પહોંચી રહ્યા છે. જો સ્થિતિ જળવાય રહેશે તો અનેક રેસ્ટોરન્ટો બંધ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ઓઈલ ગેસ માર્કેટિંગ કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના નિયમ બદલ્યા

ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ભારતની ઓઈલ ગેસ માર્કેટિંગ કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના નિયમ બદલ્યા છે. નવા નિયમ મુજબ હવે છેલ્લા કુકિંગ ગેસ સિલિન્ડરન ડિલિવરીના 21 દિવસ પછી જ નવું સિલિન્ડર બુકિંગ થઇ શકશે. અત્યાર સુધી આ સમય મર્યાદા 15 દિવસની હતી. નવા નિયમથી દેશના 13 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર વપરાશકારોને અસર થશે. નવા નિયમ ગત શુક્રવારથી લાગુ થઇ ગયા છે. હવે નવું ગેસ સિલિન્ડર મેળવવા માટે વધુ 6 દિવસ રાહ જોવી પડશે.

વેપારીઓ અન્ય બિઝનેસ તરફ વળવા મજબૂર

ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયલના (Iran Israel War) ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે, ત્યારે ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ (Commercial Gas Cylinder Shortage) કરતા હોટેલ, રેસ્ટોરન્ટ અને ફ્રુડ સ્ટ્રીટ(લારી વાળાઓ)ની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાતની તમામ હોટલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય બંધ થતા ગુજરાતની 10000 જેટલી રેસ્ટોરન્ટ બંધ થવાની ભીંતિ સર્જાઈ છે. હોટેલ બંધ થવાને લીધે ઘણા શ્રમિકો બેરોજગાર થાય તેવો ભય છે. અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણી હોટલ બંધ થઈ ગઈ છે. જો કે હવે અમદાવાદ,રાજકોટ અને સુરત સહિતના જિલ્લામાં પણ આવી સ્થિતિ બે ત્રણ દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી.

ફરસાણના વેપારીઓએ ગ્રાહકો માટે લાઈવ વસ્તુઓ બંધ કરી

બીજી બાજુ યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. જો લાંબા સમય સુધી ભાવ વધારો રહેશે અને હજી પણ ગેસના બાટલાના ભાવમાં વધારો થશે તો તમામ ગુજરાતની 10 હજાર જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થશે. જો આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલશે તો હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવું મોંઘુ થશે અને આ બિઝનેસ બંધ કરી વેપારીઓ અન્ય બિઝનેસ તરફ વળે તો પણ નવાઈ નહીં.

સામાન્ય લોકોને પણ હવે ભાવ વધારો પોષાય તેમ નથી. તેમજ હાલ હોટેલના ધંધામાં કોમર્શિયલ ગેસના બાટલાનો સપ્લાય બંધ થતાં હોટેલ ઉદ્યોગ મરણ પથારીએ છે અને હોટેલમાં કામ કરતા લાખો શ્રમિકો બેરોજગાર થવાનો ભય છે. તેમજ ખાણી પીણીની લારી ચલાવતા હજારો ધંધાર્થીઓને પોતાનું ઘર ચલાવવું અને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે.

તેઓનું કહેવું છે કે, જો ચીજ વસ્તુઓમાં ભાવ વધારો કરીએ તો ધંધો ભાંગી જાય.જેથી આ પરિસ્થિતિ જલ્દી સુધરે તે જરૂરી છે.કોમર્શિયલ ગેસના બાટલા માટે હાલ અમદાવાદ,વડોદરા અને સુરતમાં હોટેલ અને નાના ખાણી પીણીના ધંધાર્થીઓ સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે, હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને પુરવઠાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગેસનું વિતરણ નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે અને ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તે સાથે જ ઉત્પાદન વધારવા તથા વૈકલ્પિક સ્ત્રોતોથી ગેસ ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ફારુક અબ્દુલા પર ફાયરિંગના CCTV સામે આવ્યા, જાણો કોણ છે આરોપી કમલ સિંહ જામવાલ

 

Back to top button