ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

‘અમેરિકા-ઈરાન વાટાઘાટો પાકિસ્તાનમાં જ કેમ?’ ઇમરાન ખાનના પુત્રનો ચોંકાવનારો ખુલાસો

US Iran Talks: જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના પુત્ર સુલેમાન ખાને દેશના નેતૃત્વ પર લોકશાહી સંકટને છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે એક બાજુ અધિકારીઓ વિરોધના અવાજને દબાવી રહ્યા છે, તો બીજી બાજુ વિદેશોમાં પોતાની સારી છબી રજૂ કરી રહ્યા છે.

એક ઇન્ટરવ્યુમાં સુલેમાને દાવો કર્યો કે સરકાર વૈશ્વિક મંચ પર પોતાની છબી ચમકાવામાં વધુ ધ્યાન આપી રહી છે, જ્યારે તેમના મતે પાકિસ્તાનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન ચાલુ છે અને લોકશાહી સંસ્થાઓ નબળી પડી રહી છે.

લોકોને કાનૂની પ્રક્રિયા વગર જ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે: સુલેમાન ખાન

તેમણે આરોપ લગાવ્યો કે સામાન્ય નાગરિકોને યોગ્ય કાનૂની પ્રક્રિયા વગર જ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે. તેમના મુજબ, ધરપકડ ખાસ કરીને એવા લોકોની કરવામાં આવી રહી છે, જે આ વ્યવસ્થાનો વિરોધ કરે છે, જેને તેમણે “વધતા તાનાશાહી શાસન” તરીકે વર્ણવી છે.

સુલેમાન ખાનની આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ઇમરાન ખાન એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, ઓગસ્ટ 2023થી અનેક કેસોમાં કસ્ટડીમાં છે. તેમની ધરપકડ પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિમાં એક મોટો વિવાદાસ્પદ મુદ્દો બની રહી છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફનું કહેવું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત છે.

પાકિસ્તાનમાં યુએસ-ઈરાન શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ

ઈરાન સાથે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટોને બચાવવા માટેના નવા પ્રયાસોના ભાગરૂપે શનિવારે અમેરિકી પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચે તેવી સંભાવના છે. જોકે તેહરાને વોશિંગ્ટન સાથે સીધી વાતચીત કરવા ઈનકાર કર્યો છે.

આ કૂટનીતિક પ્રયાસ અનિશ્ચિત સમયગાળાના યુદ્ધવિરામ વચ્ચે થઈ રહ્યો છે, જેના કારણે મોટાભાગની લડાઈઓ તો અટકી ગઈ છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા અવરોધોને કારણે વૈશ્વિક ઊર્જા બજારોમાં તણાવ સર્જાયો છે.

અમેરિકાએ અર્થપૂર્ણ વાતચીતની આશા વ્યક્ત કરી

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું કે બંને અમેરિકી રાજદૂતો અરાઘચી સાથે વાતચીત કરશે. લેવિટે કહ્યું, “અમને આશા છે કે આ એક અર્થપૂર્ણ ચર્ચા હશે અને તેનાથી કોઈ સમજૂતી તરફ આગળ વધવામાં પ્રગતિ થશે.” તેમણે વધુમાં કહ્યું કે ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ ઇસ્લામાબાદ જશે નહીં, પરંતુ વાટાઘાટોમાં સંપૂર્ણપણે સામેલ રહેશે.

ઈરાની પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાનમાં રોકાયા બાદ અરાઘચી યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો પર ચર્ચા કરવા ઓમાન અને રશિયાની મુલાકાત લેશે.

પહેલા તબક્કાની વાટાઘાટો નિષ્ફળ રહી

ઇસ્લામાબાદમાં આ બીજા રાઉન્ડની વાતચીત થઈ રહી છે. આ પહેલાં 11-12 એપ્રિલે પહેલો તબક્કો કોઈ નિષ્કર્ષ વિના સમાપ્ત થયો હતો. ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ત્રણ મુખ્ય મુદ્દાઓ પર મતભેદોને કારણે નિષ્ફળ ગઈ, જેમા તેહરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ અને તેનું પરમાણુ ભવિષ્ય, હોર્મુઝ સ્ટ્રેટને ફરી શરૂ કરવાનો મુદ્દો અને લેબનોનમાં ઇઝરાયેલ સાથે ચાલતા સંઘર્ષનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: હિન્દુ કુશમાં ઝડપથી પીગળી રહ્યો છે હિમાલયનો બરફ, દુનિયા માટે ખતરાની ઘંટી

Back to top button