ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શેર બજારમાં તેજીનો માહોલ! સેન્સેક્સ 269 અંક ઉછળ્યો, નિફ્ટી 23,400ની ઉપર

Stock Market Today : ભારતીય શેરબજારની આજે (05 જુન 2026) તેજી સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી. સપ્તાહના છેલ્લાં ટ્રેડિંગ દિવસે રોકાણકારોમાં સકારાત્મક વલણ જોવા મળતા બંને મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ખુલ્યા હતા. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં શરૂઆતથી જ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

BSE સેન્સેક્સ લગભગ 269 પોઈન્ટના ઉછાળા સાથે 74,629ની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ NSE નિફ્ટી પણ 62 પોઈન્ટ જેટલી તેજી સાથે 23,478ની ઉપર પહોંચ્યો હતો. બજારમાં ખાસ કરીને બેંકિંગ, ઓટો અને FMCG સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરિંગ પોલિસીની જાહેરાત થતાં જ શેરબજારમાં તેની અસર જોવા મળી હતી.

એશિયન બજારોમાં દબાણ જોવા મળ્યું

જ્યારે ભારતીય બજારમાં તેજી જોવા મળી રહી હતી, ત્યારે એશિયાઈ બજારોમાં નબળાઈનો માહોલ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટી ગયો હતો. સ્મોલ-કેપ કોસ્ડેક ઇન્ડેક્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ (Nikkei 225) પણ 1 ટકાથી વધુ નીચે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. હૉંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સમાં પણ નબળાઈ જોવા મળી હતી. ટેક્નોલોજી શેરોમાં વેચવાલીના કારણે એશિયન માર્કેટ પર દબાણ વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમેરિકન બજારમાં મિશ્ર સંકેત

અમેરિકન શેર માર્કેટની વાત કરીએ તો ગઈકાલે (04 જુન 2026 ગુરુવાર)એ મિશ્ર સંકેત દેખાયા હતા, જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ  એવરેજ (Dow Jones Industrial Average)માં 874 અંકથી વધુનો ઉછાળો આવ્યો હતો અને તે રેકોર્ડ સ્તરે પહોંચીને બંધ થયો હતો. જો કે ટેક્નોલોજી આધારિત નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ (NASDAQ Composite Index)માં થોડો ડાઉન જોવા મળ્યો હતો. એસએન્ડપી (S&P 500) ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયો હતો. અમેરિકન બજારમાં ટેક્નોલોજી શેરોમાં નફાવસૂલીએ રોકાણકારોની સાવચેતી વધારી હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.

રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર

એક્સપર્ટનું કહેવું છે કે, ‘આગામી દિવસોમાં વૈશ્વિક બજારના સંકેતો, કાચા તેલના ભાવ અને વિદેશી રોકાણકારોની ચાલ ભારતીય બજારની દિશા નક્કી કરી શકે છે. હાલમાં બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.’

આ પણ વાંચો : સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી થાય છે અદ્ભુત ફાયદા!

Back to top button