ટ્રેન્ડિંગનેશનલ

રાજા હત્યાકાંડ કોણ છે આ સંજય વર્મા? સોનમના ભાઈ ગોવિંદાએ આપ્યો જવાબ

મધ્ય પ્રદેશઃ 18 જૂન, 2025: Raja Raghuvanshi Murder Case: ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાની તપાસ કરી રહેલી મેઘાલય પોલીસની ટીમ મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની માતાના ઘરે પહોંચી હતી. જ્યાં તેમણે તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી.

શહેરના ગોવિંદ નગર ખારચા વિસ્તારમાં પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ ઘરમાં પ્રવેશ્યા બાદ, દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી અન્ય કોઈ અંદર ન જઈ શકે. તેમણે જણાવ્યું કે, મેઘાલય પોલીસની ટીમ લગભગ બે કલાક સુધી સોનમના ઘરે રોકાઈ હતી. પોલીસ ટીમના ત્યાંથી ગયા પછી તરત જ, તેનો ભાઈ ગોવિંદ એક કારમાં બેસીને સ્થળ પરથી જતો રહ્યો.

પોલીસની સામાન્ય પૂછપરછ

પત્રકારો સાથે વાત કરતી વખતે કોઈ પણ વિગતો આપ્યા વિના, ગોવિંદે કહ્યું કે મેઘાલય પોલીસે સોનમ અને તેના પરિવાર સાથે તેના વર્તન વિશે સામાન્ય પૂછપરછ કરી હતી. રાજા રઘુવંશી હત્યા કેસ પહેલા સોનમની સંજય વર્મા નામના વ્યક્તિ સાથે લાંબી ફોન વાતચીત થઈ હોવાના અહેવાલો પર, ગોવિંદે કહ્યું કે આ વિશે કોઈ માહિતી નથી.

પાંચ આરોપીની ધરપકડ

રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન ટ્રિપ દરમિયાન હત્યામાં કથિત સંડોવણી બદલ રાજાની પત્ની સોનમ, તેના કથિત પ્રેમી રાજ કુશવાહ અને કુશવાહના ત્રણ મિત્રો – વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીની ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, રાજા 23 મેના રોજ ગુમ થયો હતો અને 2 જૂનના રોજ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તાર (જેને ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે)માં એક ધોધ પાસે એક ઊંડી ખીણમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બીજી બાજુ, સોનમે 8 જૂનના રોજ મોડી રાત્રે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, જ્યારે કુશવાહા સહિત ચાર આરોપીઓની મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

રાજા રઘુવંશીનો પરિવાર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમણે 11મેના રોજ ઇન્દોરમાં સોનમ સાથે લગ્ન કર્યા હતા અને 20 મેના રોજ તેઓ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. મેઘાલય પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હત્યા કેસની વિગતવાર તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાત: જાણીતી યુનિવર્સિટીના સંશોધકોની કમાલ, બીજ વગરના ટામેટા ઉગાડ્યા

આ પણ વાંચોઃ દેશનું અર્થતંત્ર 6.5% ના દરે વૃદ્ધિ પામશે, ICRA એ FY26 માટે મુક્યો અંદાજ

Back to top button