ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

હા, મેં જ રાજાની હત્યા કરાવડાવી; પ્રુફ જોતા જ તૂટી સોનમ, ગુનાની કબૂલાત કરી

મધ્યપ્રદેશ, 11 જૂન 2025 : સોનમે રાજા રઘુવંશીની હત્યાની કબૂલાત કરી છે. જ્યારે સોનમની સામે અન્ય આરોપીઓ આવ્યા અને પુરાવા બતાવ્યા, ત્યારે તે રડી પડી અને રડતા રડતા પોતાનો ગુનો કબૂલ કરી લીધો. સોનમે કબૂલાત કરી છે કે તે રાજાની હત્યાના કાવતરામાં સામેલ હતી.

મળતી માહિતી મુજબ પોલીસે આરોપી સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન, પોલીસે દ્ધારા એકત્રિત કરેલા પુરાવા તેમની સામે મૂકવામાં આવ્યા હતા. પોલીસ પાસે હાજર પુરાવા અને પ્રશ્નોનો તેમની પાસે કોઈ જવાબ નહોતો. તેઓએ પોતાનો ગુનો કબૂલ કરવો પડ્યો છે.

પૂછપરછ દરમિયાન, પોલીસે 42 સીસીટીવી ફૂટેજ, જપ્ત કરાયેલ જેકેટ, સોનમનો રેઈનકોટ સહિતના તમામ પુરાવા જોતાં જ સોનમ ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. તેણે કબૂલાત કરી છે કે તેણે રાજ કુશવાહ અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આકાશ રાજપૂત, વિશાલ અને આનંદ કુર્મી સાથે મળીને તેના પતિ રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી કરાયો ભવ્ય જળાભિષેક

Back to top button