WiFi બંધ કરી દેતા દીકરો હેવાન બન્યો, સગી માની હત્યા કરી નાખી, ધોકા વડે માથું ફાડી નાખ્યું

જયપુર, 18 સપ્ટેમ્બર 2025: રાજસ્થાનના જયપુરમાં એક કળિયુગી દીકરાએ વાઈફાઈ બંધ કરવાના કારણે અને સિલિન્ડર માટે ઠપકો આપવાના કારણે પોતાની મા પર ધોકા વડે હુમલો કરી હત્યા કરી નાખી. આ ઘટના અરુણ વિહાર વિસ્તારમાં થઈ છે. આરોપી દીકરાનું નામ નવીન છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો ચે. આ દરમ્યાન આ દીકરાને પિતાએ રોકવાની કોશિશ કરી પણ તે ધોકા અને લાત વડે માને મારતો રહ્યો. આ ઘટના બાદ કરધની પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી લીધી છે.
મૃતક મહિલાનું નામ સંતોષ હોવાનું કહેવાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર @rajdhani_report એક્સ અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
जयपुर में आरोपी बेटा नवीन इंटरनेट कनेक्शन कटने पर इतना बेकाबू हो गया कि उसने अपनी ही मां संतोष देवी को बेरहमी से पीटना शुरू कर दिया। बचाने पहुंचे पति ने पत्नी को उठाने की कोशिश की, लेकिन तब तक उनकी सांसें थम चुकी थीं। पुलिस ने बेटे को हिरासत में ले लिया #viralvideo #Jaipur pic.twitter.com/4UcTg4N2I6
— Rajdhani Report (@rajdhani_report) September 17, 2025
શું છે સમગ્ર મામલો
જાણકારી અનુસાર, કરધની વિસ્તારના અરુણ વિહાર કોલોનીમાં આ પરિવાર રહે છે. નવીનના પિતા લક્ષ્મણ સિંહ એક રિટાયર્ડ ફૌજી હતા અને હવે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલમાં છે. કહેવાય છે કે દીકરો નવીન દારુનું સેવન કરવાનો બંધાણી હતો. તેની સાથે લક્ષ્મણ સિંહની બે દીકરીઓ પણ છે. જાણકારી અનુસાર, નવીનની માએ સંતોષનું વાઈફાઈ બંધ કરી દીધું હતું અને ગેસ સિલિન્ડર ખતમ થઈ જતાં તેને ઠપકો આપ્યો, જે બાદ નવીને મા સાથે ઝઘડો કર્યો. આ ઝઘડો એટલો વધી ગયો કે નવીન ડંડો લઈને માતા સાથે મારપીટ શરુ કરી દીધી. આ દરમ્યાન તે જીવલેણ હુમલો કરતો રહ્યો. આ હુમલામાં પિતા અને બહેનોએ તેને રોકવાની ઘણી કોશિશ કરી પણ તે રોકાયો નહીં. ત્યાર બાદ મા બેભાન થઈ ગઈ. તેને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, પણ સારવાર દરમ્યાન માતાનું મોત થઈ ગયું.
પોલીસે આરોપીની ધરપકડ કરી
કહેવાય છે કે આરોપી નવીન બીએ સુધી ભણેલો છે અને પહેલા કોલ સેન્ટરમાં કામ કરતો હતો. લાંબા સમયથી દારુની આદત લાગી હતી. જેના કારણે તે દરરોજ ઘરમાં ઝઘડા કરતો હતો. પણ આ ઝઘડાએ ગંભીર રુપ ધારણ કરી લીધું અને માતાનો જીવ જતો રહ્યો. આ ઘટના બાદ પરિવારમાં માતમ છવાયેલો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: એશિયા કપ 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વાર હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે, સુપર-4માં પહોંચ્યા દુશ્મનો












