ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

એશિયા કપ 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વાર હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે, સુપર-4માં પહોંચ્યા દુશ્મનો

એશિયા કપ 2025: એશિયા કપ 2025માં 10મી મેચ પાકિસ્તાનની UAE સામે ગઈ કાલે રમાઈ ગઈ. પાકિસ્તાન અને UAE બંને માટે આ મેચ કરો યા મરો જેવી મેચ હતી, જેમાં મેજબાન ટીમે આસાનીથી ઘૂંટણીયે ટેકવી દીધા. આ મેચમાં પાકિસ્તાનની ટીમ જીત મેળવવામાં સફળ રહી. આવી જ રીતે પાકિસ્તાને ગ્રુપ સ્ટેજમાં બીજી જીત નોંધાવતા એશિયા કપ 2025ની સુપર-4માં પોતાની જગ્યા ફિક્સ કરી લીધી. તો વળી UAEની સફર અહીંથી સમાપ્ત થઈ ગઈ. આ અગાઉ ઓમાન અને હોંગકોંગ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચુક્યા છે.

પાકિસ્તાને ગ્રુપ-એમાં ઓમાનને હરાવી એશિયા કપમાં પોતાના અભિયાનની શરુઆત કરી હતી. જો કે ત્યાર બાદ પાકિસ્તાનને પોતાની બીજી મેચ ભારતીય ટીમ સામે ભૂંડી રીતે હારવી પડી હતી. ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યા હતા. આ હારથી પાકિસ્તાન માટે ત્રીજી અને છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ કરો યા મરો જેવી બની ગઈ હતી. આ મેચમાં પાકિસ્તાને UAEને હરાવતા હવે સુપર 4માં જગ્યા બનાવી છે. પાકિસ્તાને UAEને 41 રને હરાવ્યા છે. પહેલા બેટીંગ કરતા પાકિસ્તાને 146 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ફખર જમાંએ 50 રનનું યોગદાન આપ્યું હતું. તેના જવાબમાં UAEની આખી ટીમ 105 રનમાં પાણીમાં બેસી ગઈ હતી.

 ભારત વિ. પાકિસ્તાન

પાકિસ્તાન એશિયા કપ 2025ની સુપર-4માં જગ્યા બનાવનારી બીજી ટીમ છે. આ અગાઉ ટીમ ઈંડિયાએ સુપર 4માં પોતાની જગ્યા બનાવી હતી. ભારતીય ટીમ સુપર 4માં પહોંચનારી પહેલી ટીમ છે. હવે સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વાર મેચ યોજાશે.

હકીકતમાં જોઈએ તો, એશિયા કપ 2025ની બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર 4માં જગ્યા બનાવશે. ગ્રુપ એમાંથી ભારત અને પાકિસ્તાને આગલા રાઉન્ડ માટે જગ્યા ફિક્સ કરી નાખી છે. તો વળી ગ્રુપ બીમાંથી હજુ બે ટીમ નક્કી થવાની બાકી છે. સુપર 4 રાઉન્ડમાં કુલ 6 મેચ રમાશે, જેમાં તમામ ટીમને એકબીજા સાથે ટક્કર કરવાનો મોકો મળશે. આવા સમયે ભારત અને પાકિસ્તાનની 21 સપ્ટેમ્બરે મેચ થશે. આ મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેક સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર, રાતના 8 વાગ્યે રમાશે.

એશિયા કપ 2025માં સુપર-4નું શિડ્યૂલ

  • ૨૦ સપ્ટેમ્બર: B1 vs B2, દુબઈ
  • ૨૧ સપ્ટેમ્બર: ભારત (A1) vs પાકિસ્તાન (A2), દુબઈ
  • ૨૩ સપ્ટેમ્બર: પાકિસ્તાન (A2) vs B1, અબુ ધાબી
  • ૨૪ સપ્ટેમ્બર: ભારત (A1) vs B2, દુબઈ
  • ૨૫ સપ્ટેમ્બર: પાકિસ્તાન (A2) vs B2, દુબઈ
  • ૨૬ સપ્ટેમ્બર: ભારત (A1) vs B1, દુબઈ

અહીં ઉલ્લેખનિય છે કે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે તમામ 4 ટીમોએ શાનદાર રમત બતાવવી પડશે.

આ પણ વાંચો: પાકિસ્તાન અને સઉદીએ મળીને NATO જેવી ડિલ કરી, એક દેશ પર હુમલો મતબલ બંને દેશ પર હુમલો ગણાશે

Back to top button