સૂર્ય ગ્રહણ 2026: 12 ઓગસ્ટે સર્જાશે દુર્લભ ‘ખગ્રાસ’ સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
Solar Eclipse 2026: વર્ષ 2026 ખગોળીય ઘટનાઓની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થયા બાદ, હવે ખગોળ પ્રેમીઓની નજર વર્ષના બીજા અને અંતિમ સૂર્ય ગ્રહણ પર ટકી છે. 12 ઓગસ્ટ 2026 ના રોજ થનારું આ ગ્રહણ એક દુર્લભ ‘ખગ્રાસ’ એટલે કે પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે.
12 ઓગસ્ટે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ
પંચાંગ અને જ્યોતિષીય ગણતરી મુજબ, વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ શ્રાવણ માસની અમાસના દિવસે એટલે કે 12 ઓગસ્ટ 2026 ના રોજ લાગશે. ભારતીય સમય (IST) અનુસાર ગ્રહણનો સમય નીચે મુજબ રહેશે:
- ગ્રહણનો પ્રારંભ: રાત્રે 9:04 કલાકે
- ગ્રહણનો મધ્ય (પરમ ગ્રાસ): રાત્રે 11:14 કલાકે
- ગ્રહણની પૂર્ણાહુતિ: મોડી રાત્રે 1:27 કલાકે (13 ઓગસ્ટની વહેલી સવારે)
શું ભારતમાં દેખાશે આ સૂર્ય ગ્રહણ?
ભારતીય ખગોળ પ્રેમીઓ માટે મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ નજારો અહીં જોઈ શકાશે? તમને જણાવી દઈએ કે 12 ઓગસ્ટનું આ સૂર્ય ગ્રહણ ભારતમાં અદ્રશ્ય રહેશે. ભારતમાં તે સમયે રાત હોવાને કારણે આ ખગોળીય ઘટના અહીંથી જોઈ શકાશે નહીં.
કયા દેશોમાં જોવા મળશે ગ્રહણ?
આ ઘટના મુખ્યત્વે ઉત્તર ગોળાર્ધના દેશોમાં જોવા મળશે. તેનો પ્રભાવ આર્કટિક ક્ષેત્ર, ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડમાં સ્પષ્ટ દેખાશે. આ સિવાય ઉત્તર સ્પેન, પોર્ટુગલના કેટલાક ભાગો, યુરોપના મોટાભાગના દેશો, કેનેડા, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા અને રશિયાના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં પણ આ ગ્રહણ જોઈ શકાશે.
સૂર્ય ગ્રહણ પાછળનું પૌરાણિક રહસ્ય
હિન્દુ ધર્મગ્રંથોમાં સૂર્ય ગ્રહણ પાછળ એક રસપ્રદ કથા છે. પૌરાણિક કથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત નીકળ્યું, ત્યારે દેવો અને અસુરો વચ્ચે વિવાદ થયો. આ દરમિયાન ‘સ્વરભાનુ’ નામના રાક્ષસે વેશ બદલીને દેવોની પંક્તિમાં સ્થાન મેળવી લીધું અને કપટથી અમૃતના થોડા ટીપાં પી લીધા હતા, જેના કારણે સૂર્ય અને ચંદ્રએ તેની ઓળખ છતી કરી હતી.
DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કુલદીપ યાદવના લગ્ન: મસૂરીમાં લેશે સાત ફેરા, એક પ્લેટ જમવાનો ખર્ચ ₹6000; જાણો કોણ છે દુલ્હન વંશિકા?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












