કુલદીપ યાદવના લગ્ન: મસૂરીમાં લેશે સાત ફેરા, એક પ્લેટ જમવાનો ખર્ચ ₹6000; જાણો કોણ છે દુલ્હન વંશિકા?

નવી દિલ્હીઃ 12 માર્ચ, 2026: Kuldeep Yadav Marriage: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા માટે ઉત્તરાખંડ પહોંચી ગયા છે. લગ્ન પહેલા ગુરુવારે તેઓ દેહરાદૂન પહોંચ્યા હતા, જ્યાં ક્રિકેટ એસોસિએશન ઓફ ઉત્તરાખંડ (CAU) દ્વારા તેમનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. CAU ના પદાધિકારીઓએ કુલદીપને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા અને કેદારનાથ મંદિરનો પ્રસાદ પણ ભેટમાં આપ્યો હતો.
મસૂરીની શાનદાર હોટલ ‘સવોય’માં યોજાશે લગ્ન
કુલદીપ યાદવ 14 માર્ચના રોજ પોતાની મંગેતર વંશિકા સાથે સાત ફેરે લેશે. લગ્નની તમામ વિધિઓ મસૂરીની પ્રતિષ્ઠિત હોટલ સવોય (Hotel Savoy) માં આયોજિત કરવામાં આવી છે. 13 અને 14 માર્ચના રોજ યોજાનારા આ સમારોહ માટે આખી હોટલ બુક કરી દેવામાં આવી છે. મહેમાનો માટે 80 જેટલા રૂમ આરક્ષિત રખાયા છે અને હોટલ પરિસરમાં જ ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.
કોણ-કોણ આપશે હાજરી?
આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં અંદાજે 200 મહેમાનો સામેલ થાય તેવી શક્યતા છે. મહેમાનોની યાદીમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને હેડ કોચ ગૌતમ ગંભીર જેવા મોટા નામોની હાજરી રહેવાની સંભાવના છે. આ ઉપરાંત ક્રિકેટ અને ઉદ્યોગ જગતની અનેક હસ્તીઓ પણ મસૂરી પહોંચશે.
એક પ્લેટના ₹6000: મેનૂમાં હશે પહાડી વાનગીઓ
લગ્નમાં મહેમાનો માટે ખાસ પહાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અહીં જમવાની એક પ્લેટની કિંમત 6 હજાર રૂપિયાથી વધુ છે. મેનૂમાં ઉત્તરાખંડની ખાસિયત ગણાતી મંડુવાની રોટલી, લાલ ચોખા અને અન્ય પરંપરાગત પહાડી વાનગીઓ પીરસવામાં આવશે.
કોણ છે કુલદીપની થનારી પત્ની વંશિકા?
કુલદીપ અને વંશિકાએ 4 જૂન, 2025ના રોજ લખનઉમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. બંને મૂળ કાનપુરના રહેવાસી છે અને બાળપણના મિત્રો છે. લાંબા સમયની દોસ્તી બાદ બંનેનો સંબંધ પ્રેમમાં બદલાયો હતો. વંશિકા હાલમાં ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ત્યાં નોકરી કરી રહી છે.
આ પણ વાંચોઃ ઝુબિન ગર્ગના મૃત્યુ પછી પણ પત્ની ગરિમા સેંથામાં સિંદૂર કેમ કરે છે? કર્યો ભાવુક ખુલાસો
આ પણ વાંચોઃ દક્ષિણ ભારત પર આતંકી સંગઠનોની નજર: લશ્કર-જૈશ સ્લીપર સેલ તૈયાર કરવાની તૈયારીમાં
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












