ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

તમારો ફોન ગંદો થઈ ગયો છે? જાણો સ્ક્રીન, કેમેરા અને ચાર્જિંગ પોર્ટ સાફ કરવાની સાચી રીત

Smartphone cleaning tips: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી દિનચર્યાનો સૌથી મહત્વનો ભાગ બની ગયો છે. આખો દિવસ ફોન આપણા હાથમાં જ રહે છે. આપણે તેને બહાર લઈ જઈએ છીએ, ખાતી વખતે વાપરીએ છીએ અને ઘણીવાર અજાણતા ગંદા હાથે પણ ફોનને અડી લઈએ છીએ. એવામાં ફોનની સ્ક્રીન, કેમેરા લેન્સ અને ચાર્જિંગ પોર્ટમાં ધીમે ધીમે ધૂળ અને ગંદકી જમા થવા લાગે છે. તેથી સ્માર્ટફોનને સાફ રાખવો એ માત્ર તેને ચમકાવવા માટે જ નહીં, પણ તે લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરતો રહે તે માટે પણ ખૂબ જરૂરી છે.

ફોન સાફ કરતાં પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો

  • ફોન બંધ કરો: ફોન સાફ કરતાં પહેલાં તેને સ્વિચ ઓફ (Off) કરી દો અને જો તે ચાર્જિંગમાં લગાડેલો હોય તો ચાર્જર પણ કાઢી લો.

  • માઈક્રોફાઈબર કપડું વાપરો: સફાઈ માટે હંમેશાં સોફ્ટ માઈક્રોફાઈબર કપડાંનો (Microfiber Cloth) જ ઉપયોગ કરો. આનાથી સ્ક્રીન અને પાછળની પેનલ પર સ્ક્રેચ પડ્યા વિના સરળતાથી સાફ થઈ જાય છે.

  • સીધો સ્પ્રે ન કરો: કપડાંને ખૂબ વધારે ભીનું ન કરવું અને સીધા ફોન પર કોઈ પણ પ્રકારનું લિક્વિડ સ્પ્રે કરવાનું ટાળવું.

સ્ક્રીન પરથી ગંદકી અને દાગ આ રીતે દૂર કરો

ફોનની સ્ક્રીન પર આંગળીઓના નિશાન (ફિંગરપ્રિન્ટ) અને તેલ ખૂબ ઝડપથી જમા થાય છે. જો તેને નિયમિત સાફ કરવામાં ન આવે તો સ્ક્રીન ધૂંધળી દેખાય છે અને કેટલીકવાર ટચ રિસ્પોન્સમાં પણ તકલીફ પડી શકે છે. સ્ક્રીનને સાફ કરવા માટે માઈક્રોફાઈબર કપડાથી હળવા હાથે સાફ કરવી.

કેમેરા લેન્સની સફાઈ

કેમેરા લેન્સ પર ધૂળ કે આંગળીઓના નિશાન હોવાને કારણે ફોટો અને વીડિયોની ક્વોલિટી બગડી શકે છે. કેમેરાના ગ્લાસને માઈક્રોફાઈબર કપડાની મદદથી ખૂબ જ હળવેથી સાફ કરો. અહીં કોઈ પણ ધારદાર કે અણીદાર વસ્તુનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો.

ચાર્જિંગ પોર્ટમાં અણીદાર વસ્તુઓ ન નાખો

ખિસ્સા કે બેગમાં રાખવાને કારણે ચાર્જિંગ પોર્ટમાં ધૂળના નાના કણો જમા થઈ જાય છે, જેના કારણે ચાર્જિંગ કેબલ સરખી રીતે કનેક્ટ થતી નથી.

  • શું ન કરવું: પોર્ટની અંદર પિન, સોય, ટાંકણી કે મેટલની કોઈ પણ અણીદાર વસ્તુ નાખીને સફાઈ કરવાનો પ્રયાસ ન કરો. આનાથી અંદરના ચાર્જિંગ પિન્સ ડેમેજ થઈ શકે છે.

સ્પીકર અને માઈક્રોફોનની સફાઈ

સ્પીકર અને માઈક્રોફોનની જાળીમાં પણ ધૂળ જમા થઈ જતી હોય છે. તેને સાફ કરતી વખતે કપડાથી હળવું દબાણ આપો. ફોનના કિનારાઓ (Edges) અને બટનોની આસપાસ જમા થયેલી ગંદકી પણ કપડાથી સાફ કરી શકાય છે.

કેમિકલ કે વધુ પાણીનો ઉપયોગ ન કરો

ફોનને સાફ કરવા માટે હાર્ડ કેમિકલ, પરફ્યુમ, સેનિટાઈઝર કે વધુ પાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો. આ વસ્તુઓ સ્માર્ટફોન સ્ક્રીન પર રહેલા ઓલિયોફોબિક (Oleophobic) કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે.

કેટલી વાર કરવી જોઈએ સફાઈ?

જો તમે રોજ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા હોવ તો દર 2-3 દિવસે તેની હળવી સફાઈ ચોક્કસ કરો. ખાસ કરીને સ્ક્રીન, કેમેરા અને ફોનના જે ભાગોને તમે સૌથી વધુ સ્પર્શ કરો છો તેને હંમેશાં સ્વચ્છ રાખો.

આ પણ વાંચોઃ સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં મોટો ફેરફાર: 24 ઓગસ્ટથી આ લોકોના કનેક્શન થશે બંધ

આ પણ વાંચોઃ ભારતમાં Starlinkનો નવો દાવ, Gen-2 સેટેલાઇટ નેટવર્ક માટે માંગી મંજૂરી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button