ટ્રેન્ડિંગવર્લ્ડ

Slum In Dubai: એક દુબઈ આવું પણ! ગંદકી-દુર્ગંધ વચ્ચે આમ રહે છે ગરીબો, દરરોજ ભોગવે છે નર્ક જેવી જિંદગી!

વર્લ્ડ ડેસ્ક, 2 નવેમ્બર : દુબઈ – એ શહેર જે દુનિયાને લક્ઝરી, ઊંચી-ઊંચી ઈમારતો, સોનાની ચમક અને અબજોપતિ જિંદગીનું સપનું દેખાડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ચમકતી ગગનચુંબી ઈમારતો પાછળ પણ એક છુપાયેલી જિંદગી છે.

દુનિયાને જેવું ચમકદાર દુબઈ નજરે પડે છે, આ સિક્રેટ દુનિયા તેનાથી બિલકુલ અલગ છે.

આ દુનિયા છે એ ગરીબ મજૂરોની, જેઓ દરરોજ નર્ક જેવી જિંદગી જીવે છે. માત્ર પોતાના પરિવારનું પેટ ભરવા માટે તેઓ પોતાના દેશથી દૂર દુબઈમાં જઈને કામ કરે છે. સોનાપુર, અલ ક્વોઝ, જેબેલ અલી – આ એ વિસ્તારો છે જ્યાં દુબઈના ‘અસલી હીરો’ રહે છે. બહારથી જોવામાં આ લેબર કેમ્પ લાગે છે, પરંતુ અંદરનું દ્રશ્ય હૃદય કંપાવી દે તેવું છે.

ગૂંગળામણ કરાવતો ઓરડો

એક ઓરડામાં 8-10 લોકો સૂવા માટે મજબૂર હોય છે. તેમના સૂવા માટે બસ એક પાતળું ગાદલું અને ફાટેલી ચાદર હોય છે. ઓરડામાં હવા માટે નાની બારી હોય છે જે ગરમીમાં બંધ રહે છે. વાત બાથરૂમની કરીએ તો એક બાથરૂમ 50 લોકો વાપરે છે. તેમના માટે પાણી સવારે 4 વાગે આવે છે. ક્યારેક ગરમ, ક્યારેક ઠંડુ, ક્યારેક આવતું જ નથી. આ સિવાય, આ વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ દરેક ખૂણામાં ભળેલી હોય છે. પરસેવાની, ગંદા કપડાંની, ગટરની. તેમ છતાં આ મજૂરો મજબૂરીમાં આ જગ્યાઓ પર રહેવા મજબૂર છે.

લાલચમાં આવીને ફસાયા મજૂરો

નર્ક ભરેલી આ જિંદગી જીવનારા મજૂરોનું કહેવું છે કે તેમને એજન્ટો લાલચ આપીને ફસાવી દે છે. અહીં 12-14 કલાક કામ કર્યા બાદ તેમને 800-1200 દિરહામ સેલેરી મળે છે. આમાં જ ભાડું, ખાવાનું, વીજળી બધાના પૈસા જોડી દેવામાં આવે છે. આ પછી તેમની પાસે માત્ર થાક અને પરિવારની યાદ જ બચે છે. દર વર્ષે લાખો લોકો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળથી દુબઈ આવે છે. સૌનું એક જ સપનું હોય છે. બે વર્ષમાં પૈસા જોડીને ઘર બનાવવું, બાળકોને ભણાવવા. પરંતુ જમીની હકીકત એ છે કે અહીં આવીને તેઓ દેવા, બીમારીમાં ફસાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Zia uncut (@zia_uncut)

ખૂબ જ મુશ્કેલ છે લાઇફ

જે જગ્યાઓ પર આ મજૂરો કામ કરે છે, તે બાંધકામ સ્થળ પર તાપમાન 45-50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. સૂરજની નીચે લોખંડના સળિયા ઉઠાવવા, સિમેન્ટ ઉપાડવો – છાંયડા વિના, પાણીના બ્રેક વિના મજૂરો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વાર તો મજૂરો બેભાન થઈ જાય છે. પરંતુ કામ અટકાવવાની મનાઈ છે. જો મોડું થયું તો સેલેરી કપાઈ જાય છે. આ સિવાય જો કામ કરતી વખતે દુર્ઘટના થઈ તો કંપની હાથ ખંખેરી લે છે. ઘણી કંપનીઓ મજૂરોના પાસપોર્ટ સુદ્ધાં રાખી લે છે જેથી તેઓ કામથી ભાગી ન શકે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button