ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

‘ઘરે કોઈને કહો કે નજર ઉતારી દે…’ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ગિલને કેમ કહ્યું આવું?

નવી દિલ્હી: 20 ડિસેમ્બર, 2025: Shubman Gill: ભારત અને શ્રીલંકામાં આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ શનિવારે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ યાદી સામે આવતા જ ક્રિકેટ જગત ચોંકી ગયું છે, કારણ કે ત્રણેય ફોર્મેટમાં રમનારા અને તાજેતરમાં બે ફોર્મેટમાં કેપ્ટનશીપ કરનારા શુભમન ગિલને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે.

શા માટે ગિલને ન મળ્યું સ્થાન?

શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ટી-20 ફોર્મેટમાં સંઘર્ષ કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની ડોમેસ્ટિક સિરીઝમાં તેનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું. ચાર મેચમાં તેણે અનુક્રમે 4, 0 અને 28 રન બનાવ્યા હતા. ગરદન અને ઘૂંટણની ઈજાને કારણે તે પાંચમી મેચ પણ રમી શક્યો નહોતો. ચીફ સિલેક્ટર અજિત અગરકરે જણાવ્યું કે, ટીમ કોમ્બિનેશન જાળવવા માટે કોઈને તો બહાર રાખવા જ પડે અને હાલમાં ગિલના બેટમાંથી રન નીકળી રહ્યા નથી.

“નજર ઉતરાવી લો” – સુનીલ ગાવસ્કરની અનોખી સલાહ

મહાન બેટર સુનીલ ગાવસ્કરે ગિલના ટીમમાંથી બહાર થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, “શુભમન એક ક્લાસ ખેલાડી છે. ફોર્મ આવતી-જતી રહે છે, પણ પ્રતિભા કાયમી હોય છે. તેને જે રીતે ઈજાઓ થઈ રહી છે તે જોતા મેં તેને મજાકમાં પણ ગંભીરતાથી કહ્યું છે કે, ઘરે કોઈને કહો કે નજર ઉતારી દે. આપણે ભારતીયો આમાં માનીએ છીએ કે ક્યારેક કોઈની નજર લાગી જતી હોય છે. હું તેના માટે માત્ર સારું જ ઈચ્છું છું.”

ચીફ સિલેક્ટર અજિત અગરકરનું નિવેદન

અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં ગિલના નિર્ણય પર સ્પષ્ટતા કરી કે, “અમે જાણીએ છીએ કે તે કેટલો મોટો ખેલાડી છે, પરંતુ અત્યારે તેના રન નથી થઈ રહ્યા. દુર્ભાગ્યે તે ગયા વર્લ્ડ કપમાં પણ નહોતો રમી શક્યો કારણ કે અમારી પાસે અલગ કોમ્બિનેશન હતું. 15 સભ્યોની ટીમ પસંદ કરતી વખતે ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે છે.”

શુભમન ગિલ માટે આ એક મોટો આંચકો છે, કારણ કે તેને ભવિષ્યના સુપરસ્ટાર તરીકે જોવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે તે આ આઘાતમાંથી બહાર આવીને આઈપીએલ કે અન્ય ડોમેસ્ટિક મેચોમાં કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચોઃ માનવતા શરમમાં મૂકાઈ! પિતાને બેગમાં ભરવો પડ્યો પોતાના જ પુત્રનો મૃતદેહ

આ પણ વાંચોઃ મહેસાણામાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો: સાયબર ક્રાઇમ પોલીસે વૃદ્ધને ઠગાઈથી બચાવ્યા

Back to top button